સુપર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારમાં લાગી વિકરાળ આગ, છેક વાપી સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા- જુઓ ભયંકર દ્રશ્યો

આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક આગ લાગી ઉઠવાની ઘટના રાજ્યમાં આવેલ વલસાડ જીલ્લામાંથી સામે આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ સુપર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારમાં વિકરાળ આગ લાગી ઊઠી છે.

આગે વિકરાળરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. આગના ધૂમાડા છેક વાપી સુધી દેખાઈ આવ્યા છે. બનાવની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગના 15 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયાં છે તથા આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આગને લઇ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.

આજુબાજુની ફાયરની ટીમો પહોંચી :
દમણના ડાભેલમાં આવેલ સુપર ટેક્સટાઇલમાં લાગેલ આગને કારણે દમણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. જો કે, આગ વિકરાળ હોવાને લીધે આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર વિભાગની ટીમની મદદ આગ બુઝાવવા માટે લેવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઇ ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે.

3 કલાક કરતા વધુ સમયથી આગ બેકાબૂ :
​​​​​​​15થી પણ વધારે ફાયર ફાઇટર આગ પર કાબૂ મેળવવા માટેનાં પ્રયત્નો કરી રહ્યાં છે. જો કે, 3 કલાક કરતા પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગને લઇ આજુબાજુના વિસ્તારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *