ભાઈએ જ પોતાની સગી બહેનને જાહેરમાં જ છરીનાં ઘા મારીને કરી નિર્મમ હત્યા- કારણ જાણીને…

હત્યાના બનાવોમાં સતત વધારો થતો જે રહ્યો છે ત્યારે આવી જ હત્યાની એક નિર્મમ ઘટના રાજ્યમાં આવેલ કચ્છ જીલ્લામાંથી સામે આવી રહી છે. કચ્છના મુંદ્રામાં આવેલ બારોઈમાં એક ભાઈએ તેની જ સગી બહેનની જાહેરમાં જ હત્યા કરતાં અરેરાટી મચી જવા પામી છે.

બારોઈમાં આવેલ મારુતિનગરમાં ગઈકાલે બપોરના 3 વાગ્યાની આસપાસ એક યુવકે જાહેરમાં જ તેની મોટી બહેન પર છરીના ઘા મારીને હત્યા કરી હતી. હત્યાને અંજામ આપ્યા પછી યુવક છરી લઈને મૃતદેહની આજુબાજુ જ ફરતો રહ્યો હતો.

બહેનના પ્રેમસંબંધની આશંકાએ હત્યાસૂત્રો પાસેથી મળી રહેલ જાણકારી પ્રમાણે આરોપી પ્રેમસંગ નારૂભા ટાંકને પોતાની મોટી બહેન રીનાબા નારૂભા ટાંકને કોઈ અન્ય યુવકની સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકા ગઈ હતી. આ વાતનો વહેમ રાખીને બારોઇનના મારુતિ નગર જેવા પોશ એરિયાના જાહેર મેદાનમાં જ છરીના ઉપરાઉપરી અનેક ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી.

હત્યા કર્યા પછી મૃતદેહ નજીક આરોપી છરીની સાથે ઉભો હોય તેવો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આરોપી જણાવે છે કે, પ્રેમ સંબંધ હતો એટલે પતાવી દીધી. હત્યાને કારણે આજુબાજુથી સ્થાનિક લોકો આવ્યા હતા તેમજ યુવકને મૃતદેહથી દૂર જવા માટે જણાવી રહ્યા હતા.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે. તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *