હાલમાં બળાત્કારના વધતા કેસો દરમિયાન મહિલાઓ જાણે કે, એક પણ જગ્યાએ સુરક્ષિત જ નથી. તાજેતરમાં જ હોસ્પિટલમાં પણ મહિલાઓ સુરક્ષિત ન હોવાની એક ઘટના સામે આવી છે. અહીં સોમવારે રાતે ICUમાં એક નર્સિંગકર્મીએ વેન્ટિલેટરમાં દાખલ મહિલા દર્દી સાથે અશ્લીલતા કરી હતી. મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મોઢા પર ઓક્સિજન-માસ્ક લગાવેલુ હતું. બંને હાથ બાંધેલા હતા. આરોપીએ વારંવાર મહિલાને પિંચ કરીને જોયું અને ત્યારબાદ સ્ટાફકર્મીએ મહિલા સાથે અશ્લીલ હરકત કરી હતી.
આ ગંદી હરકતને કારણે મહિલા આખી રાત રડતી રહી હતી. સવારે જ્યારે પીડિતે મહિલા નર્સને વાત કરવાનો પ્રયત્ન કર્યો તો આરોપીએ મહિલાને ધમકાવીને ચૂપ કરી દીધી હતી. ત્યારબાદ પીડિતાએ તેના પતિને સમગ્ર વાત લખીને જણાવી હતી. પતિએ રિપોર્ટમાં જણાવ્યું કે, સોમવારે તેની પત્નીની તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલ લઈને ગયા હતા. જ્યાં ડોક્ટર્સે સાંજ સુધી તેનું એક ઓપરેશન કર્યું હતું.
રાત્રે આશરે 8 વાગે મહિલાને આઈસીયુમાં શિફ્ટ કર્યા પછી હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે, તમે સાથે નહીં રહી શકો. જરૂર પડશે તો બોલાવી લેવામાં આવશે. ત્યારબાદ તેઓ સાંજે બાળકો સાથે ઘરે જતા રહ્યા હતા. સવારે જ્યારે પાછા આવ્યા ત્યારે પત્નીએ રડતાં રડતાં તેને કઈક વાત કહેવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પણ મહિલાના મોઢા પર ઓક્સિજન-માસ્ક હતું, તેથી પતિએ તેને પેન અને કાગળ આપ્યાં. એમાં પીડિતાએ પોતાની સાથે થયેલી મુશ્કેલીનું લખીને વર્ણન કર્યું.
ડીસીપી પ્રદીપ મોહન શર્માએ કહ્યું, આ પ્રમાણેની ઘટનાઓ ઘણી ગંભીર છે. પીડિતાના પતિએ સાંજે ચાર વાગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ દ્વારા ડ્યૂટી ચાર્ટ અને સીસીટીવી કેમેરાના આધાર પર આરોપીની ઓળખ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ ટીમે લોકેશનના આધાર પર દરોડા પાડીને તેને પકડી લીધો છે. પોલીસ સ્ટેશન લાવ્યા પછી પૂછપરછ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે.
બીજી બાજુ તપાસ અધિકારી પન્નાલાલે જણાવ્યું છે કે, અત્યારસુધીની તપાસમાં જોવા મળ્યું છે કે આઈસીયુમાં બે અલગ અલગ રૂમ બનેલા છે. ફિમેલ નર્સ બીજા રૂમમાં દર્દીઓને જોઈ રહી હતી અને ખુશીરામ બીજા રૂમના દર્દીઓને જોતો હતો. આ દરમિયાન આરોપીએ અશ્લીલતા કરી હતી. આરોપીને પકડી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય તપાસ માટે સીસીટીવી દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે.
આરોપી ખુશીરામ ગુર્જર કરૌલીના નાદૌતીમાં રહે છે. હોસ્પિટલના સીઈઓ અનુભવ સુખવાનીએ કહ્યું હતું કે, અમને દર્દી તરફથી ફરિયાદ મળી છે. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. અમારી પેનલથી પણ અમે તપાસ કરી રહ્યા છીએ. પૂરતી તપાસ કર્યા પછી જ સમગ્ર ઘટનાની જાણ થશે. કારણ કે જાણવા મળ્યું છે કે, ICUમાં ફિમેલ નર્સ પણ હાજર હતી. આ ઘટના જયપુરમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle