ગુજરાતમાં દારૂબંધીનો નિયમ માત્ર આમજનતા માટે બનાવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીના ગુજરાતમાં અવારનવાર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. મોટાભાગે પોલીસ દ્વારા કમીશન લઈને બુટલેગરોને છોડી દેવામાં આવતા હોય છે. જેને કારણે બુટલેગરો રાજ્યમાં ખુલેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. પરતું આજે સુરતમાંથી જે ઘટના સામે આવી છે તેમાં સરકારી કર્મચારીઓ ખુદ દારૂ પાર્ટી કરતા હોવાનું સામે આવી રહ્યું છે.
આજરોજ વધુ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી રહી છે. સુરતમાં એસટી વિભાગના કર્મચારીઓ ફરજના સ્થળે જ દારૂ પીતા હોવાનો એક લાઇવ વીડિયો (Live Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો છે. આ વીડિયો કેટલો જૂનો છે તેની કોઈ પુષ્ટી નથી થઈ પરંતુ સુરત એસટી ડિવિઝનના નામે વાયરલ થયેલા આ વીડિયોએ દારૂબંધીના લીરેલીરાં તો ઉડાવ્યો જ છે પરંતુ સરકારી તંત્રને તમાચો ફટકાર્યો છે.
જોકે, સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે એસટી જેવી જવાબદારી વાળી ટ્રાન્સપોર્ટેશનના કર્મચારી દારૂનું સેવન કરીને બસ ચલાવે કે પછી ફરજ બજાવે ત્યારે મુસાફરોની સલામતીનું શું? આમ તો એસટીનું સૂત્ર છે ‘સલામત સવારી, એસટી અમારી’ ત્યારે પ્રશ્ન ચોક્કસ થાય કે આવા કાંડ થાય તો જવાબદાર કોણ?
આજે સુરતના એસટી વિભાગના એક કર્મચારીઓનો દારૂ પીતો વીડિયો વાઇરલ થતા વિવાદ સર્જાયો છે. જોકે સરકારી કર્મચારી પોતાની ફરજ પર દારૂ પીવે છે. એસટી કર્મચારી તરીકે ફરજ બજાવતા આ કર્મચારી જાહેરમાં દરરોજ દારૂ પીએ છે અને પોતે વીડિયોમાં બોલે છે કે દારૂની અડધી બોટલ આવતી કાલે ચાલશે. આ સમગ્ર સમાચાર અન્ય ન્યુઝ્માંથી લેવામાં આવ્યા છે. જેના અંગે ત્રિશુલ ન્યુઝ કોઈ પણ પ્રકારની પુષ્ટી કરતું નથી.
સુરતમાં દારૂની મહેફિલ માણતા ખાખી ધારકો પકડાયા- જુઓ વિડીયો #Surat #gujarat #Viral #VideoViral pic.twitter.com/XybjcO9EF3
— Trishul News (@TrishulNews) March 19, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle