હાલમાં એક એવો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાટણ ઊંઝા હાઇવે પર દેગડી ગામ નજીક સધિ માતાના મંદિર સામે રોડના સાઈડથી ગુરુવારે સવારે અસુરક્ષિત હાલતમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી. દિગડી ગામના ભરતભાઈ કમશીભાઇ દેસાઈ અને ગોવિંદભાઈ પ્રભાતભાઈ દેસાઈ બંને ગુરુવારે સવારે 8:30 વાગ્યે એકટીવા લઇ દીગડીથી બાલીસણા જતા હતા તે વખતે તાજી જન્મેલી નવજાત બાળકી જોઈને ગામમાં અને બાલીસણા પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ફોનથી જાણ કરવામાં આવી હતી.
જેને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તે બાળકીને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈને દાખલ કરવામાં આવી હતી. આ બાળકી આશરે એકાદ દિવસની છે. આ બાળકીને માતા-પિતા અથવા તેની સાર સંભાળ લેનાર કોઈ અજાણી વ્યક્તિએ ગુરુવારે સવારના 8:30 વાગ્યા પહેલા રોડની કિનારી ઉપર અસુરક્ષિત રીતે ત્યજી દીધી હોવાની બાલીસણા પોલીસ મથકે પશુપાલક ભરતભાઈ દેખાઈ દ્વારા અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બાલીસણા પી.એસ.આઇ પી.એસ ચૌધરીએ જણાવ્યું હતું કે, પાટણની 15 હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં બે બાળકીનો જન્મ થયો છે તે બંને બાળકી તેમના વાલી પાસે છે. આ ઉપરાંત બાલીસણા આસપાસની સરકારી હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle