સોશીયલ મીડિયા પર અનેકવિધ વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ જાણકારી સામે આવી રહી છે. જગત જમાદાર એવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વિમાનના પગથિયાં પર ચઢી રહ્યા હતા. આ દરમિયાન તેઓ એકસાથે 3 વખત પડી ગયા હતા.
એમ છતાં તેમને કોઈ ઈજા પહોંચી ન હતી. બાઈડેનના લપસવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વ્હાઈટ હાઉસના પ્રવકતા પ્રમાણે, રાષ્ટ્રપતિ બાઈડેન 100% બિલ્કુલ ઠીક છે. વધારે હવા હોવાને લીધે કદાચ આવું બન્યું હશે તેવો મત વ્યક્ત કર્યો હતો.
જુઓ અમેરિકાના રાષ્ટ્રપતિનો આ વીડિયો :
એટલાન્ટા જતી વખતે તેઓ વિમાનમાં ચઢતી વખતે અચાનક લપસી ગયા તથા ફરીથી ઊભા થવા જતા. તેઓ ફસડાઈ ગયા હતા. એમ છતાં તેઓએ પોતાની જાતને બરાબર સંભાળીને આગળ વધ્યા હતા. વીડિયોમાં દર્શાવ્યા મુજબ રાષ્ટ્રપતિ બાઈડેન ઊભા થઈને પોતાને વ્યવસ્થિત કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ધીરે-ધીરે આગળના પગથિયા ચઢ્યા હતા અને પાછળ વળીને સેલ્યૂટ પણ કર્યું હતું.
બાઇડનના સ્વાસ્થ્યને લઇ ઉઠ્યા પ્રશ્ન :
વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ એ સ્પષ્ટતા ન કરી કે, આ ઘટના પછી ટ્રાવેલિંગ ફિઝિશિયને બાઈડેનની તપાસ કરી હતી. જો કે, બાઇડનના સ્વાસ્થ્યને લઇ પ્રશ્ન ઉઠી રહ્યાં છે. આની પહેલા પણ ગત નવેમ્બર માસમાં પોતાના ડોગની સાથે વોકિંગ વખતે બાઈડેનને જમણા પગમાં ફ્રેકચર થયું હતું.
It had to be done. pic.twitter.com/7PsDHGKbiC
— Caleb Hull (@CalebJHull) March 19, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle