છેલ્લા 45 વર્ષથી કડોદના રતનબહેન મૃતદેહોને અગ્નિદાહ આપીને કરી રહ્યાં છે સત્કાર્ય

મોટાભાગનાં લોકો જાણતા જ હોય છે કે, સ્મશાનમાં સ્રીનો પ્રવેશમાત્ર નિષેધ હોય છે. જેથી સ્મશાન તથા સ્ત્રી શબ્દ જાણે વિરોધાભાસ હોય એવું જણાઈ આવે છે ત્યારે સ્મશાનમાં મૃતદેહને સ્ત્રી અગ્નિદાહ આપે એ માન્યમાં ન આવે એવી વાત છે પણ શક્તિરૂપેણ સ્ત્રીનું કડોદ સ્મશાનમાં અગ્નિદાહ આપવાનું સામર્થ્ય સૌ કોઈની માટે ધ્યાનાકર્ષક બન્યું છે.

મહિલાની આ શક્તિનું કારણ મહિલા સશક્તિકરણ કરવા નહીં પણ મહિલા મહિની માનવતાની લાગણી લોખંડી વિચાર પ્રેરે છે. હરિપુરાની રતનબહેન સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાહ આપી સેવા કાર્ય કરતાં લોકોમાં નારી પ્રત્યે સન્માનમાં વધારો થયો છે.

છેલ્લા 45થી વધુ વર્ષથી આ કામ કરે છે :
બારડોલી તાલુકામાં આવેલ કડોદ ગામેનાં સ્મશાનમાં છેલ્લા 45 વર્ષથી ભગુભાઈ સોલંકી અગ્નીદાહ આપવાનું કાર્ય કરી રહ્યાં હતાં. ગત થોડા વર્ષો અગાઉ તેમની તબિયત નાદુરસ્ત રહેતા તેઓ કામ કરી શકતા એમ ન હોવાને લીધે તેઓને બદલે અન્ય એક ભાઈને આ કામ કરવાં માટે રાખવામાં આવ્યા હતાં.

આ ભાઈ અનિયમિત રહેતા હોવાને લીધે લોકોને ખુબ પરેશાની થઈ રહી હતી. સ્મશાને મૃતદેહની અંતિમવિધી કરવાં માટે આવતાં લોકોએ અગ્નિદાહ માટે રાહ જોવી પડી હતી. જે લોકોની હાલાકીનો અનુંભવ થતાં ભગુભાઈના ધર્મપત્ની રતનબહેને મૃતદેહને અગ્નિદાહ આપવાનો નિર્ણય કર્યો હતો.

આ કામ પુણ્યનું છેઃ રતનબહેન
જોતજોતામાં વર્ષો વિતી ગયા. દિવસ હોય કે રાત હોય જ્યારે પણ મૃતદેહ આવે તેમની સેવા કરવા માટે હરહંમેશ રતનબહેન તત્પર રહે છે. રતનબહેનની કામગીરીથી આસપાસના લોકો તેમની કામની સરાહના કરે છે. મહિલા થઈને પુરુષ સોમાવડું કરે છે.

હાલમાં રતનબહેન 70 વર્ષની ઉંમર ધરાવે છે પરંતુ તેઓ સંપૂર્ણ સ્વસ્થ્ય છે. આ અંગે રતનબહેન કહે છે કે, આ કાર્ય કરવા માટે કેટલાક લોકો મનાઈ કરતાં હોય છે પણ આ કાર્ય કરવું એ પણ પૂણ્યનું કામ છે. આ સેવાકાર્ય કરવાથી મને ખુબ ઉર્જા પ્રાપ્ત થાય છે. હું સ્વસ્થ્ય રહું ત્યાં સુધી આ કાર્ય કરતી રહીશ. ગામના સરપંચ સ્નેહલભાઈએ પણ રતનબાની કામગીરીને વધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *