ગુજરાતમાં હાલમાં હવસખોરોની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત દિવસેને દિવસે દુષ્કર્મના કેસો પણ સામે આવે છે. એવામાં ફરી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં મગદલ્લા બંદર પાસે ગુરુવારે રાત્રે દુકાનથી પરત ઘરે જતી શ્રમજીવી પરિવારની 11 વર્ષીય બાળકીને પડોશી નરાધમે મોઢુ દબાવી રૂમમાં ખેંચી શારીરીક અડપલા કર્યા હતા. ત્યારબાદ નરાધમ યુવકે યુવતીને ધમકી આપી હતી. તેમજ બનાવની કોઈને જાણ કરી તો મા-પિતાને જાનથી મારી નાખીશ તેમ પણ કહ્યું હતું. બાળકીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરવામાં આવી છે.
રૂમમાં ખેંચી ગયો હતો
ડુમસ પોલીસ પાસેથી ઘટના અંગે મળતી માહિતી મુજબ મગદલ્લા બંદર ખાતે અનિલ તિવારીના મકાનમાં રહેતો નરાધમ બિમલેશએ ગુરુવારે રાત્રે દસેક વાગ્યે તેના ઘર પાસે રહેતા શ્રમજીવી પરિવારની 11 વર્ષની બાળકી દુકાનેથી પરત ઘરે જતી હતી તે દરમિયાન એકલતાનો લાભ ઉઠાવી હાથ પકડી અને મોઢુ દબાવી રૂમમાં ખેંચી ગયો હતો. બાદમાં એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. જોકે જેમ તેમ કરીને કિશોરીએ પોતાની જાતને તેના હાથમાંથી છોડાવી લીધી હતી.
જાનથી મારવાની ધમકી આપી
આરોપી બિમલેશ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા ઉપરાંત બનાવ અંગે કોઈને જાણ કરી તો મા-બાપને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી બાજુ બાળકી ઘરે નહી આવતા તેના પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બાળકી દ્વારા ઘરે પહોચી બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. બાળકીના પરિવારે બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી બિમલેશની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle