કોરોનાકાળમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બન્યું છે ત્યારે હાલમાં અમે આપનાં સ્વાસ્થ્યને મદદરૂપ થાય એવી એક જાણકારી લઈને આવ્યા છીએ. આપને જણાવી દઈએ કે, સંચળ એ એક કુદરતી મીઠું છે કે, જેમાં અંદાજે 80 ફાયદાકારક તત્વો રહેલાં છે.
જેથી પ્રાચીન સમયમાં કેટલીક ઔષધિઓ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આની સાથે જ સ્વસ્થ રહેવા માટે તમે દરરોજ સવારમાં સંચળનું પાણી પી શકો છો. આ પીણું મોટાપણું, અપચો જેવી કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓથી તમને રક્ષણ આપશે.
પીવાની માત્રા :
1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર મેળવીને પીવું જોઈએ.
1. મજબૂત મસલ્સ :
સંચળ શરીરને પોટેશિયમ પૂરું પાડવામાં ખુબ મદદરૂપ થાય છે તેનાથી મસલ્સ મજબૂત થાય છે તેમજ માણસની મોટાભાગની તકલીફ દૂર થાય છે.
2. વજનમાં ઘટાડો :
સંચળનું પાણી શરીરમાં ચરબીમાં ઘટાડો કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. જેને લીધે એને દરરોજ પીવાથી મોટાપણું દૂર થશે.
3. પાચનક્રિયામાં સુધારો :
સંચળ પેટની અંદર હાઈડ્રોક્લોરીક એસિડ તથા પ્રોટીન પચાવનાર એન્ઝાઇમ એકટીવ કરે છે તેનાથી પાચનક્રિયામાં સુધારો થાય છે.
4. સ્વસ્થ ચામડી :
સંચળમાં રહેલ સલ્ફર જેવા ન્યુટ્રેન ન્યુ ફ્રેન્ડ્ઝ પોષકતત્વો તેમજ ડ્રાય સ્કિનની સમસ્યા દૂર કરે છે. પાણી પીવાથી ચામડી સ્વસ્થ થશે તેમજ તેજમાં વધારો થશે.
5. મજબૂત હાડકાં :
સંચળમાં રહેલ તત્વો હાડકાઓને મજબૂત બનાવે છે.
6. ગેસ તથા કબજિયાત :
સંચળમાં રહેલ સોડિયમ ક્લોરાઇડ, આયર્ન ઓક્સાઇડ, પેટમાં બનતા ગેસની સમસ્યા દૂર કરે છે. આ પાણીનું સેવન કરવાથી જમ્યા પછી પેટ ભારે ભારે લાગવાની સમસ્યા દૂર થાય છે.
7. આંખોનું તેજ :
નિયમિત સંચળનું પાણીનું સેવન કરવાંથી આંખોનું તેજ વધારવામાં મદદરૂપ થશે.
8. ઘટાદાર વાળ :
સંચળમાં રહેલ તત્વો વાળનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે તેમજ દરરોજ તેનું સેવન કરવાથી વાળ મૂળમાંથી ખરશે નહિ તેમજ ખોડો પણ એકદમ દૂર થઈ જશે.
9. સ્વસ્થ હૃદય :
સંચળ કોલેસ્ટેરોલ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. નિયમિતપણે તેનું પાણી પીવાથી હૃદયની બીમારીનું સંકટ ટળશે.
10. ડાયાબિટીસ :
સંચળ ઈન્સુલિનનું સ્તર નિયંત્રિતમાં લાવે છે. તેનાથી ડાયાબિટીસ નિયંત્રિત થાય છે તથા ડાયાબિટીસની સમસ્યામાં સુધારો થાય છે.
11. સારી ઊંઘ :
સંચળમાં રહેલ તત્વો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ નિયંત્રિત કરે છે. તેનાથી રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
12. ગળાની ખરરાટી :
સંચળનું પાણી પીવાથી ગળાની ખરાશ તથા ગળાના દર્દની તકલીફ દૂર થઈ જાય છે.
13. લોહીની ઉણપ :
સંચળમાં ભરપૂર આયર્ન રહેલાં હોય છે. તેનું પાણી પીવાથી એનિમિયા લોહીની ઉણપની સમસ્યા દૂર થઈ જશે.
14. રોગોથી બચાવશે :
સંચળનું પાણી શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો વિનાશ કરે છે. નિયમિતપણે તેનું પાણી પીવાથી કેટલીક સ્વાસ્થ્યની સમસ્યાનું સંકટ ટળે છે.
15. પાચન માટે :
સંચળને છાશમાં નાખીને ભોજનની સાથે પણ લઈ શકાય છે. ભોજનને અંતે સંચળ યુક્ત છાશ પીવાથી ગેસમાં સુધારો થાય છે. આની સાથે જ ભોજન આસાનીથી પચી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle