હાલ એક એવો અજીબોગરીબ કેસ સામે આવ્યો છે જેમાં દેડિયાપાડા તાલુકાના મોજરા ગામનો વરરાજા ગઢ ગામની કન્યા સાથે પરણ્યા પછી વરરાજા સાથે કન્યાને ન મોકલતાં વરરાજા કન્યાને લીધા વિના જ જાન લઈને પરત પોતાના ગામ ફર્યો હતો. આ બનાવમાં પહેલા ફોટો પાડવા મુદ્દે બંને પક્ષો વચ્ચે મોટી બબાલ ઉભી થઇ હતી.
દેડિયાપાડા તાલુકાના મોજરા ગામનાં વરરાજા સુખદેવભાઈ ચતુરભાઈ વસાવાના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતાં. લગ્નગીતો પણ ગવાયા અને રીતી-રીવાજો પ્રમાણે સારી રીતે લગ્ન થયા અને વરરાજા સુખદેવભાઈ ચતુરભાઈ વસાવા તારીખ 17ના રોજ વાજાતે ગાજાતે જાનૈયા લઈને દેડિયાપાડા તાલુકાના ગઢ ગામે પહોંચ્યા હતા.
જ્યા કન્યા ગંગાકુમારી મૂળજીભાઈ વસાવા સાથે લગ્ન થઈ ગયા હતા. રીત રીવાજ મુજબ મંગળ ફેરા ર્ફ્યા બાદ છેડા છોડવાની વિધિ ચાલતી હતી. ત્યારે ફેટા પડાતા હતાં. ત્યારે કન્યાના મામાએ અમારા કન્યા પક્ષને ફેટાઓ પહેલાં પાડવા દો એવી નાની વાતમાં ફેટાઓ પાડવા જેવી નજીવી બાબતમાં કન્યાના મામાને વરરાજા સાથે લડાઈ થતાં કન્યાના મામાએ કહી દીધું કે, અમારી ભાણી તમને આપવી નથી.
આવો સામાન્ય ઝગડો થતાં વરરાજા જાન સાથે કન્યા લીધાં વગર જ પરત મોજરા ગામે આવી ગયા હતા. આજે તારીખ 20 થઈ છે અને લગ્નના ચાર દિવસ થઈ ગયા છતાં કન્યા પોતાના ગામ ગઢ ખાતે છે. આ અજીબોગરીબ કિસ્સાની ચર્ચા હાલ ખુબ થઈ રહી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, બંને પક્ષો દ્વારા દેડિયાપાડા પોલીસ સ્ટેશને જવાની ચર્ચાઓ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle