કોરોના મહામારીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. જેને ધ્યાનમાં લઈ ફરી એકવાર શાળા-કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. આની સાથે-સાથે જ રાજ્યના મહાનગરોના રાત્રી કર્ફ્યુના સમયમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં આવેલ હિંમતનગરની રાજેન્દ્રનગર ચોકડી નજીક આવેલ સહયોગ કૃષ્ટયજ્ઞ સંકુલના એકસાથે 39 વિદ્યાર્થીઓ તથા 1 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજેન્દ્રનગર ચોકડી નજીક આવેલ માધ્યમિક શાળાના શિક્ષક 4 દિવસ પહેલાં કોરોના થતા દાખલ થયા હોવાનું ધ્યાનમાં આવતા ટ્રસ્ટ દ્વારા કુલ 192 બાળકોનો મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવતાં 39 બાળકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા 33 વર્ષથી સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રષ્ટ્રમાં રક્તપિત, મંદબુદ્ધિ, વૃદ્ધાશ્રમ સહિત ગરીબ બાળકોને શિક્ષિત કરવા માટે અહીં રાખવામાં આવે છે. આની સાથે જ અહીંના છાત્રાલયમાં રહેવા અને જમવા સહિતની સુવિધા પણ આપવામાં આવે છે. સુરેશભાઈ સોની જણાવે છે કે, છાત્રાલયમાં ધોરણ 6-10ના કુલ 192 બાળકો રહે છે.
જેમાંથી માધ્યમિકમાં અભ્યાસ કરતાં બાળકો અરવલ્લીમાં આવેલ તપોવન ઉત્તર બુનિયાદી તથા કેટલાક બાળકો ગંભીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં માધ્યમિક શાળાના શિક્ષક કોરોનાથી સંક્રમિત થતા સારવાર માટે દાખલ કર્યાની જાણ થતાંની સાથે જ ટ્રસ્ટ દ્રારા 192 બાળકોને મેઢાસણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જઇ કોરોના ટેસ્ટ કરાવતાં કુલ 20 છોકરા તેમજ કુલ 19 છોકરીઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
વાલીઓને આ બાબતની જાણ કરતા કુલ 36 બાળકોને તેમના ઘેર લઈ જવામાં આવ્યા છે તેમજ ત્યા હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. આની સાથે જ જે 3 બાળકો માતા-પિતાની સાથે સંકુલના ક્વાર્ટર્સમાં જ રહે છે તેઓને સંકુલમાં જ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.
અહીં અંદાજે 950 જેટલા લોકો રહે છે તેમજ અહીં 200 જેટલા મકાન આવેલા છે. એક નાનકડુ ગામ અહીં છે પણ કોરોના પોઝિટિવ આવતા સહયોગ સંકુલને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી જણાવે છે કે, બાળકોને કોરોના થયાની જાણ થતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ બનાવીને મકાનમાં રહેતા બધાં જ લોકોનું સ્કિનિંગ કરાવવામાં આવ્યું છે.
લોકોને સલાહ પણ આપવામાં આવી છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત બધી બાબતોનુ ધ્યાન રાખવામાં આવે. એકસાથે 39 બાળકો સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યા પછી અરવલ્લીમાં આવેલ ગઢડાકંપા તથા સાબરકાંઠામાં આવેલ ગંભીરપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્ય બંધ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle