હાલમાં સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. કેટલીકવાર તો કેટલાંક પરિવારને પોતાના એકનો એક દીકરો ગુમાવવાનો વારો આવતો હોય છે. આની સાથે-સાથે જ પરિવારજનોને પણ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આવી જ અન્ય એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.
હળવદ તાલુકામાં આવેલ શક્તિનગર ગામેમાં રહેતા એક આશાસ્પદ યુવાનનું કવાડીયા ગામનાં પાટીયા નજીક બેફામ રીતે કાર હલાવી રહેલ ચાલકે બાઈકને અડફેટે લેતા કરુણ મોત થયું હતું. આ અકસ્માત સમયે ઘટનાસ્થળ પર આવેલ મૃતકના ભાઇઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
સોમવારનાં રોજ બનેલી આ ઘટનાને કારણે નાના એવા શક્તિનગર ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે, હળવદ તાલુકાના શક્તિનગર ગામમાં રહેતો સહદેવ ઠાકોર સોમવારે સાંજના 5 વાગ્યાનાં સુમારે દુકાનેથી પાછાં ઘર તરફ આવી રહ્યો હતો.
આ સમયે હળવદ-ધાંગધ્રા હાઈ-વે પર આવેલ કવાડિયા ગામના પાટિયા નજીક ધાંગધ્રા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ કિયા કાર (નંબર જી.જે 1-કે.એક્ષ.7161)ના ચાલકે ટક્કર મારી હતી. જેને લીધે ખુબ ગંભીર રીતે ઘવાયેલ સહદેવને સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો.
ત્યારબાદ આગળની સારવાર અર્થે ધાંગધ્રા તથા અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં જ તેનું મોત થયું હતું. મૃતકનાં મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ બનાવમાં અકસ્માત સર્જીને ફરાર થયેલ કાર ચાલકની વિરુદ્ધ મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
શક્તિનગર ગામના ઠાકોર સમાજના આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી ઠાકોર સમાજ તથા અન્ય સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ત્યારે હળવદ ધાંગધ્રા ઠાકોર સમાજના યુવા અગ્રણી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુ ઠાકોર દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરીને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી હતી.
આ ઘટનાને કારણે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હળવદ સરકારી હોસ્પિટલે પહોંચી ગયાં હતાં. મૃતક યુવાનનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, ઠાકોર સમાજના અગ્રણી પપુ ઠાકોર, ભાજપ અગ્રણી વલ્લભ પટેલ, કવાડિયા તાલુકા પંચાયતના સદસ્ય ભરત ગણેશીયા, ઠાકોર સમાજના યુવાનો ખુબ મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle