વડોદરામાં સાત વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને નરાધમે આચર્યું દુષ્કર્મ

Published on: 6:44 pm, Sun, 18 October 20

કરજણ તાલુકાનાં સાંગાડોલ ગામમાં 7 વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને તેનું અપહરણ કરી યુવાકે દુષ્કર્મ કર્યો હોવાની ઘટના પોલીસ મથકમાં નોંધાયી હતી. સાંગાડોલ ગામનાં આ બનાવ વિશે પોલીસે અમુક  કલાકોમાં જ આરોપી યુવાનની ધરપકડ કરી કાર્યવાહી ચાલુ કરી છે. અહિયાં નોંધનીય એ છે કે, આ સાથે જ વડોદરામાં છેલ્લા 1 માસમાં દુષ્કર્મની 7 ધૃણાસ્પદ બનાવો બહાર આવ્યા છે. તેમાં 4 બાળકી, એક વિદ્યાર્થીની અને 4 યુવતી દુષ્કર્મનો ભોગ બની છે.

વડોદરા કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી FIR અનુસાર શિનોર તાલુકાનાં દિવેર ગામનો વતની કાર્કિત કાલિદાસ વસાવા મજુરી કામ કરવા માટે કરજણ તાલુકાનાં સાંગડોલ ગામમાં ગયો હતો તેમજ ત્યાં આવેલાં વસાવા ફળિયામાં ભાડાનાં મકાનમાં રહેતાં હતાં. 15 ઓક્ટોબરે બપોરે 4 વાગ્યાનાં સુમારે કાર્તિક વસાવાએ ફળિયામાં રહેતી 7 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને બાળકી તેની સાથે લઇ ગયો હતો. એ પછી તેની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી તેમજ માસુમ બાળકી ઉપર બળાત્કાર કર્યો હતો.

બળાત્કારનો ભોગ બનેલી બાળકીને પીડા સહન ન થઇ જેના લીધે તે રડવા લાગી હતી. તેથી કાર્તિક તે બાળકીને ઘરે મુકીને ભાગી ગયો હતો. આમાં બાળકી રડતા રડતા ઘરની બહાર આવી હતી. ફળીયાનાં લોકોએ આ બાળકીને રડતી જોઇને તેને કારણ પુછ્યું હતું. બાળકીએ રડતા રડતા તેની સાથે કાર્તિક વસાવાએ કરેલાં કડત્ય વિશે વાત કરતા ફળીયાનાં લોકો ચોંકી ઉઠ્યા હતા. જો કે નાના એવા ગામમાં આવો બનાવ બનતા આખા ગામમાં ચકચાર મચી ગઇ હતી.

1 માસમાં દુષ્કર્મની 7 ધૃણાસ્પદ બનાવ
વડોદરામાં લગભગ છેલ્લા 1 માસમાં દુષ્કર્મનાં 7 બનાવો બ્નાહાર આવતા ચકચાર. જેમાં બાળકીઓ, યુવતીઓ તેમજ વિદ્યાર્થીની થઇ કુલ 8 દુષ્કર્મનાં કેસ બહાર આવ્યા છે. 4 બાળકી, એક વિદ્યાર્થીની તેમજ 4 યુવતીઓ દુષ્કર્મનો ભોગ બની છે. આ બનાવમાં લગ્નની લાલચે તેમજ નોકરીનાં સ્થળો ઉપર શોષણ થયું હોવાનું બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle