નેતાઓના ભ્રષ્ટાચારથી બેંકો નાદાર બને છે તે તો સાંભળ્યું જ હશે પરંતુ આજે પહેલી વખત એક મુખ્યમંત્રીની નાદારીની વાત સાંભળી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાદાર જાહેર થયા છે.
મુખ્યમંત્રી ફડણવીસ પાસે બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીના બીલ પેટે 7 લાખ રૂપિયા લેવાના બાકી. મહારાષ્ટ્રની ભાજપ સરકારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ પાણીના બાકી બીલ મામલે ડિફોલ્ટર જાહેર કરી દીધા છે. બીએમસી દ્વારા જાહેર કરાયું છે કે મુખ્યમંત્રી ફડણવીસના આવાસ વર્ષા પર 7 લાખ 44 હજાર 981 રૂપિયાનું પાણીનું બીલ બાકી છે. હવે જ્યારે બીએમસીએ તેમને ડિફોલ્ટર જાહેર કર્યા છે ત્યારે તેમના પર કાયદાકીય સંકજો કસાય તેવી સંભાવના છે.
બીએમસી દ્વારા બહાર પડાયેલી ડિફોલ્ટરની યાદીમાં સીએમ ફડણવીસ ઉપરાંત ઘણાં મંત્રીઓના પણ નામ સામેલ છે. ફડણવીસના સરકારી આવાસનુ નામ વર્ષા છે અને તેને જ બીએમસીએ ડિફોલ્ટર જાહેર કર્યું છે. ડિફોલ્ટરની આ યાદીમાં સીએમ ઉપરાંત 18 અન્ય મંત્રીઓના પણ નામ છે. અહેવાલ અનુસાર આ કિસ્સો એક આરટીઆઇ દ્વારા સામે આવ્યો છે. આરટીઆઇના માધ્યમથી એવી માહિતી માગવામાં આવી હતી કે સીએમના સરકારી આવાસનું પાણીનું કેટલું બીલ બાકી છે. તેના જવાબમાં જ આ ચોંકાવનારી માહિતી સામે આવી છે.
બીએમસીના રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ મળીને તેમની પાસેથી નગરપાલિકાના રૂ. 8 કરોડથી પણ વધુ રૂપિયા લેવાના નીકળે છે. આ રિપોર્ટ અનુસાર બીએમસીની યાદીમાં પંકજા મુંડે, એકનાથ શિંદે, સુધીર મનગંટીવાર, વિનોદ તાવડે જેવા મોટા નેતાઓના નામ પણ છે. એ ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, તેના પહેલા સીએમ બાબતે આ સમાચાર સામે આવ્યા પછી તેમની સામે એક મોટી મુશ્કેલી ઊભી થતી જણાય છે.
આ અહેવાલ એ દર્શાવે છે કે જે મુખ્યમંત્રી અંગે પ્રમાણિકતાનું ગાણું ગવાતું રહ્યું છે અને સાફ ઇમેજની વાતો થઇ રહી છે, તે મુખ્યંમંત્રીનો પગ કુંડાળમાં પડેલો જ છે, હવે જ્યારે તેમનું નામ બીએમસીની ડિફોલ્ટરની યાદીમાં સામેલ છે ત્યારે આ મામલે મુખ્યમંત્રી દ્વારા કે ભાજપ દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર અને રાજ્ય ભાજપના નેતાઓ આ મામલે અંદરખાને ગોઠવણ કરવામાં મંડી પડ્યા છે અને આગામી દિવસોમાં એવું જાહેર પણ થઇ જાય કે મુખ્યમંત્રી આવાસનું બીલ તો ઘણાં સમયથી ભરાઇ ગયું હતું અને બીએમસીના ડિફોલ્ટરની યાદીમાં તેમનું નામ તો ભુલથી સામેલ થઇ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.