ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો: પાસ કરાવવાની લાલચ આપી વિદ્યાર્થીનીને હોટેલનાં રૂમમાં બોલાવીને શિક્ષકે કર્યું…

મહિલાઓ સાથે થઈ રહેલ દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની બાળકીથી લઈને વૃદ્ધ મહિલાઓ પણ શિકાર બની રહી છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે. ગીર સોમનાથમાં આવેલ ઉનામાં સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીને ઘોરણ-10ની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપીને દેલવાડાના ગેસ્‍ટ હાઉસમાં બોલાવીને બળજબરીથી દુષ્‍કર્મ આચર્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે.

આ મામલે પીડીતાએ ફરીયાદ નોંઘાવતા પોલીસ દ્વારા ગુનો નોંઘીને આરોપી શિક્ષકને પકડી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તો બીજી બાજુ આ ઘટનાના આરોપી શિક્ષક ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોવાનું સામે આવતા શિક્ષણવિભાગ સહિત સર્વસમાજમાં આરોપી શિક્ષક પર ફિટકારની લાગણી વરસી રહી છે.

‘ક્લાસીસ કરવાની જરુર નથી, હું તને પાસ કરાવી આપીશ’ :
શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો ભોગ બનનાર વિદ્યાર્થિનીએ પોલીસમાં ફરીયાદ નોંઘાવ્યા પ્રમાણે, ઘોરણ 10 ની પરીક્ષા આપવાની હોવાને લીધે તેની તૈયારી કરવા માટે કલાસીસ કરવા માટે ઉનામાં જ કલાસ ચલાવતા બાબુભાઇ પરમાર નામના શિક્ષકનો 4 મહિના અગાઉ સંપર્ક કરીને તેના કલાસીસે મળવા માટે ગઈ હતી. તેઓએ કહ્યું હતું કે, તારે કલાસીસ કરવાની જરૂર નથી મારો કોન્‍ટેક છે હું તને પાસ કરાવી દઇશ.

ત્‍યારપછી શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલમાં મેસેજ કરતા બંન્‍ને એકબીજાના પરીચયમાં આવ્યા હતાં તેમજ ફોનમાં પણ વાતચીત કરતા હતા. આ દરમિયાન 2 મહિના પૂર્વે વિદ્યાર્થિનીને ફોન કરીને IMPના પ્રશ્નો ટીક કરાવી દવ તેમ કહી ખાણ ગામની સ્‍કુલે બોલાવી હતી પણ ત્યાં કોઇ ન હોવાથી પીડિતા શિક્ષકને મળીને પાછી ઘરે આવી ગઈ હતી.

ત્‍યારપછી 2 દિવસ પહેલાં એટલે કે, તા.24 ના રોજ બપોરે પીડિતા બેકરીએ જઇ રહી હતી. આ દરમિયાન રસ્‍તામાં શિક્ષક બાબુભાઇ મળતા તેઓએ કહ્યું હતું કે, કાલે બહારથી સાહેબ આવવાના છે તને ફોન કરૂ એટલે આવી જજે તેમ જણાવ્યું હતુ.

‘દેલવાડાના ગેસ્ટહાઉસ્માં બોલાવી દુષ્કર્મ આચર્યું’ :
ત્‍યારપછી ગઇકાલે શિક્ષક બાબુભાઇનો કોલ આવતા બપોરે 12 વાગ્યાના સુમારે દેલવાડામાં આવેલ શિવમ ગેસ્‍ટ હાઉસ પહોંચ્યા હતાં. જયાં રૂમ નં.103 માં બોલાવીને તું કંઇ બોલતી નહી હું કવ તેમ તારે કરવાનું છે તેમ કહીને બાબુભાઇએ જબરજસ્‍તીથી ઘમકાવી બળજબરીપુર્વક દુષ્‍કર્મ આચર્યું હતું.

આ વાત કોઇને કરતી નહી મારા મોટા કોન્‍ટેક છે તું કોઇને વાત કરીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ઘમકી પણ આપવામાં આવી હતી. ઉપરોકત વિગતો સાથે પીડિતાએ ફરીયાદ નોંઘાવતા પોલીસ દ્વારા શિક્ષક બાબુભાઇ પરમાર વિરુદ્ધ ગુનો નોંઘીને તેને પકડી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આરોપી ગીર સોમનાથ પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ :
આ ઘટના સામે આવતા આરોપી શિક્ષક બાબુભાઇ પરમાર ગીર સોમનાથ જીલ્‍લા પ્રાથમીક શિક્ષક સંઘનો પ્રમુખ હોવાનો મસમોટો ખુલાસો થયો છે. આ ઘટનાને લઇ સમગ્ર શિક્ષણ વિભાગમાં ચકચાર મચી જવાં પામી છે. આની સાથે જ વાસનાઅંઘ શિક્ષકના પરક્રામથી લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *