શુક્રવારે રાત્રે પુનાના કેમ્પ વિસ્તારમાં આવેલા ફેશન સ્ટ્રીટ માર્કેટની દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. જાણવા મળ્યું છે કે, અહીં નાની-મોટી કપડાની 450 જેટલી દુકાનો એકબીજા સાથે જોડાયેલી છે. એવામાં અચાનક લાગેલી ભીષણ આગ માર્કેટની દુકાનમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.
There was major fire break out in Pune, the first one in Shivaji Market, Camp. Where meat and chicken shops are owned by Muslims. + pic.twitter.com/NJhShI6SCS
— سعد خان (@TalibEIlm_) March 27, 2021
લગભગ 400 જેટલી દુકાનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે. ગઈકાલ સુધી જ્યાં શાનદાર દુકાનો હતી, હવે ફક્ત રાખનાં ઢગલા જોવા મળ્યા છે. આ ઘટનાની દુ:ખ ભરી વાત તે છે કે, આગ બુઝાવવા પહોંચેલા ફાયર બ્રિગેડના અધિકારી પ્રકાશ હસબે ઇજાગ્રસ્ત થયા હતા અને શનિવારે સવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Pune Fashion Street Market on fire ??? pic.twitter.com/CHTle6u4pz
— ꪶ࿋྄ིᤢꫂ๖ۣۜKi͢͢͢ຮh GaΐҜwa͢͢͢d ✞ (@Kish_307) March 27, 2021
પુણે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે રાત્રે 11 વાગે લાગેલી આગ પર લગભગ 1 વાગ્યે ફાયરની ટીમે કાબૂ મેળવી લીધો હતો. જાણવા મળ્યું છે કે, આ આગમાં ફેરિયાઓ અને દુકાનના માલિકોને કરોડોનું નુકશાન થયું છે. આ એ જ ફેશન સ્ટ્રીટ માર્કેટ છે જ્યાં મોટા પ્રમાણમાં પુણેનાં લોકો ખરીદી કરવા માટે આવે છે.
આ માર્કેટ મિની માર્કેટ તરીકે પણ ઓળખાય છે. આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં જ ફાયરની 10થી વધુ ગાડીઓ લઈને ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે હાજર એક વેપારીએ જણાવ્યુ હતું કે, તેની દુકાનમાં આગ લાગી હતી તેને શુક્રવારે જ 15 લાખનો માલ દુકાનમાં ભર્યો હતો.
A huge fire broke out at the popular #FashionStreet on #MGRoad in #Pune last night around 11 pm, gutting almost 400 shops in the area. More details awaited.
Video courtesy: @mataonline pic.twitter.com/3NDZhbhmGN— Pune Times (@PuneTimesOnline) March 27, 2021
આ ઉપરાંત પુણે ફાયર અધિકારી પ્રશાંત રાનિપ દ્વારા જાણવા મળ્યું હતું કે, ઘટનાસ્થળે લગભગ 16 ફાયર ટેન્કર અને 2 પાણીના ટેન્કર પહોંચ્યા હતા. મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘટનાસ્થળ પર 10 અધિકારીઓએ સહિત 60 ફાયરના કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા.
પુણે કેંટોનમેન્ટ બોર્ડના સીઇઓ અમિત કુમારે જણાવ્યુ હતું કે, અચાનક ભીષણ આગ લાગવાથી સમગ્ર ફેશન સ્ટ્રીટ સળગીને ખાખ થઈ ગઈ છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે જે શિવાજી માર્કેટની ઘટના બાદ ફરીથી બની છે. ફેશન સ્ટ્રીટ પર આગ સુરક્ષાનો મુદ્દો તંત્ર સામે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે.
Fire breaks out at Fashion Street market in Camp area of #Pune. Fire tenders rushed to the spot.
Video ? via what’s app (DM for credit) pic.twitter.com/mDo9wIFtfB— Pune 24X7 (@Pune24x7) March 26, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.