એવી તો શું આફત આવી પડી કે, આ દીકરીએ કટરથી ગળું કાપીને કરી લીધો આપઘાત

હાલમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. નાની એવી બાબતોથી કંટાળીને કેટલાંક લોકો આપઘાતનું પગલું ભરી લેતાં હોય છે ત્યારે હાલમાં પણ આવી…

હાલમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. નાની એવી બાબતોથી કંટાળીને કેટલાંક લોકો આપઘાતનું પગલું ભરી લેતાં હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. એન્જિનિયરિગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળું કાપીને આપઘાત કરી હોવાની ઘટના સામે આવી છે.

વિદ્યાર્થિનીના પિતા AC રિપેરિંગ તથા ફિટિંગનું કામ કરે છે. યુવતીએ કટરથી પોતાનું ગળું કાપી નાખ્યું હતું. યુવતીની બીજી બહેન જ્યારે સ્નાન કરીને બહાર નીકળી ત્યારે તેણીએ રૂમમાં લોહી જોયું હતું. ત્યારપછી તેણીએ બૂમાબૂમ કરી હતી. પરિવારજનો આવ્યા ત્યારે યુવતી લોહીથી લથબથ અવસ્થામાં પડી હતી.

20 વર્ષ પહેલાં યુવતીની માતાનું અવસાન થયું હતું. ત્યારપછી યુવતીના પિતાએ તેમના સંતાનોને એકલા હાથે ઉછેર કર્યો હતો. યુવતીની પિતા ઓમપ્રકાશ જણાવતાં કહે છે કે, ઘરમાં ફર્નિચરનું કામ હોવાને લીધે તેમણે કારીગરને બોલાવ્યા હતા. સવારમાં એક કારીગર આવીને સામાન મૂકીને જતો રહ્યો હતો.

કારીગરના કટરથી જ દીકરીએ ગળું કાપીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના પિતા કહે છે કે, મોટી બહેનનું ગળું કપાયેલું જોઈને નાની બહેને બૂમાબૂમ કરી મૂકી હતી. તેની બાજુમાં કટર પડ્યું હતું, જેનું દોરડું પ્લગ સાથે જોડાયેલું હતું. જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેની દીકરી તડપી રહી હતી.

એવું લાગી રહ્યું હતું કે, તેણી કંઈક કહેવા માંગે છે પણ ગળું કપાયેલું હોવાને લીધે તે બોલી શકતી ન હતી. થોડા સમય બાદ તેનું મોત થઈ ચુક્યું હતું. ત્યારપછી પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. પોલીસની તપાસમાં યુવતીને માઇગ્રેન હોવાનું તેમજ તેની સારવાર ચાલી રહી હોવાની વાત સામે આવી હતી.

મળી રહેલ જાણકારી મુજબ વિદ્યાર્થિની ખાનગી કૉલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી. વિદ્યાર્થિનીએ શા માટે આત્મહત્યા કરી છે તેની હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. આ દર્દનાક ઘટના મધ્યપ્રદેશમાં આવેલ ઇન્દોરમાંથી સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *