હાલમાં એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ખાંડવા-ઇચ્છાપુર હાઇવે થી ઈન્દોર જતી બસમાં ડ્રાઈવરની પાછળની સીટ પર 11 વર્ષની એક છોકરી બેઠેલી હતી. આ દરમિયાન, હાઇવે પરના રોશિયા ફાટા પાસે યુવતીએ માથુ ઉલટી કરવા માટે બહાર કાઢ્યું હતું. આ સમયે જ સામેથી આવતી ટ્રકની ઝપેટમાં આવી જતાં તેનું માથું કપાઈ ગયું અને ઘટનાસ્થળે જ કિશોરીનું મોત નીપજ્યું છે.
દેશગાંવ ચોકીના ઇન્ચાર્જ રમેશ ગવાલેએ જણાવ્યું હતું કે, પ્રભાત સર્વિસની બસ મંગળવારે સવારે આઠ વાગ્યે ખાંડવાથી નીકળી હતી અને સવારે લગભગ 9 વાગ્યે રોશિયા ફાટાની પહેલાં કાશ્મીર નાળા સુધી પહોંચી જ હતી કે સામેથી આવેલી ટ્રક નાળા પર બસને ક્રોસ કરવા લાગી. આ વચ્ચે એ બસની એકદમ નજીકથી જ નીકળી. આ દરમિયાન બસમાં ડ્રાઈવર સીટની પાછળ બેઠેલી તમન્નાનું માથું બારીમાંથી બહાર હતું જે બસ અને ટ્રકની વચ્ચે આવી ગયું. એને કારણે કિશોરીનું માથું ધડથી અલગ થઈને રસ્તા પર જ પડી ગયું. દુર્ઘટના પછી ટ્રકડ્રાઈવર ફરાર થઈ ગયો. આ મામલે પોલીસે ટ્રકડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કરીને ટ્રક જપ્ત કરી છે.
તમન્નાની કાકીએ જણાવ્યું હતું કે, કિશોરી પોતાની માતા અને મોટી બહેનની સાથે ખાલાની શાદીમાં બડવાહ જઈ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે તમન્નાને સાઇકલ ચલાવવાનો ઘણો જ શોખ હતો. તમન્નાનો પરિવાર ખંડવાના બંગાલી કોલોનીમાં ગલી નંબર-3માં રહે છે. પરિવારની આર્થિક સ્થિતિ ઠીક નથી. તમન્નાના પિતા હૈદર કૃષિ ઊપજ મંડીમાં હમાલીનું કામ કરે છે અને માતા લોકોના ઘરમાં કચરા-પોતાં કરે છે.
પિતા તમન્નાને અધિકારી બનાવવાની માંગતા હતા
પરિવારના જણાવ્યા અનુસાર તમન્ના અને તેની બહેન રૂબીના સાથે સ્કૂલે જતા હતા. તમન્ના પરદેશીપુરાની પાની ઓફિસ સ્કૂલમાં ક્લાસ છમાં અભ્યાસ કરતી હતી. તે વિસ્તારની આ બંને બહેનો જ શાળાએ ગઈ હતી, બાકીની છોકરીઓ મદરેસામાં ભણતી હતી. તમન્નાના પિતા વાંચન-લેખન દ્વારા તેમને અધિકારી બનાવવા માંગતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.