હાલમાં એક એવી દર્દનાક ઘટના સામે આવી છે જેમાં પાટણ શહેરના છીડિયા દરવાજા બહાર આવેલી દીપિકા સોસાયટીમાં એક જર્જરિત મકાનની છત પંખા સાથે બુધવારની રાત્રે નીચે સૂતાં સૂતાં ટીવી જોઇ રહેલા માસૂમ પર પડતાં તેનું ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે નવ વર્ષની બાળકી અને તેની માતાને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જાણવા મળ્યું છે કે, પાટણ શહેરના છીડિયા દરવાજાની બહાર આવેલ દીપિકા સોસાયટીમાં ભાડે રહેતો મારવાડી પરિવાર બુધવારે રાત્રે ટીવી જોતો હતો. તે દરમિયાન અચાનક જર્જરિત બનેલી મકાનની છત પંખા સાથે ધરાશાયી થઈ હતી. સૂતાં સૂતાં ટીવી જોઈ રહેલા માસૂમ બાળક સહિત તેની માસૂમ બહેન અને માતા ઉપર આ છત ધરાશાઈ થઈ હતી. આને કારણે માસૂમ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને માતા તેમજ બાળકીને ઇજાઓ પહોચી હતી.
જ્યારે નવ વર્ષની બાળકી અને તેની માતાને પણ માથાના ભાગે ઇજાઓ થતાં સારવાર માટે શહેરની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. રાત્રિના સુમારે છત ધરાશાયી થતાં તેના અવાજને લીધે સોસાયટીમાં રહેતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત વિસ્તારના નગરસેવક ગોપાલસિહ રાજપૂત, હરેશ મોદી, વિસ્તારના અગ્રણી વાધુ દેસાઈ સહિત શહેરની સેવાકિય સંસ્થા પ્રયાસ ફાઉન્ડેશન ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિવારના લોકોને સાંત્વના આપી મૃત બાળક સહિત ઇજાગ્રસ્ત તેની માસૂમ બહેન અને માતાને તાત્કાલિક સારવાર માટે શહેરની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.