નાનકડા ગામમાં રહેતા આ પટેલ પરિવારના ઘરમાંથી થેલા ભરી ભરીને એટલા રૂપિયા મળ્યા કે…

ક્રાઈમ બ્રાંચનાં દરોડા દરમિયાન નકલી ચલણી નોટો અથવા તો ખુબ મોટી રોકડ રકમ મળી આવતી હોય છે ત્યારે હાલમાં પણ રાજ્યના આણંદ જીલ્લામાંથી આવા જ એક સમાચાર સામે આવ્યા છે. ખંભાતમાંથી એક ખુબ આશ્ચર્ય ચકિત કરી દેતી ઘટના સામે આવી રહી છે.

ગામમાં રહેતા એક પટેલ પરિવારના ઘરે અચાનક આવેલ પોલીસ દ્વારા દરોડા પડાતા થોડા ઘણા નહી પણ કુલ 3.25 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આ રૂપિયા વિશે પોલીસ દ્વારા પટેલ પરિવારના મોભીને આવકના સ્રોતની પૂછપરછ કર્યાં બાદ સંતોષકારક જવાબ ન મળતા પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

જો કે, સમગ્ર ઘટનાને લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવાં પામી છે. ગુજરાતના બગીચા તરીકે પ્રખ્યાત ચરોતર આર્થિક રીતે સુખી સંપન્ન છે. અહીંયા તમાકુના ઉત્પાદન તેમજ વિદેશો સાથેના વ્યવહારોને લીધે આર્થિક રીતે સમૃદ્ધ લોકોનો મોટા પ્રમાણમાં વસવાટ રહેલો છે.

સમગ્ર જિલ્લાના અનેક ગામમાં બેંકોની પાસે કરોડોની થાપણો પડી છે તેમજ તેના ઉદાહરણ સમગ્ર દેશ-વિદેશમાં ખુબ પ્રસિદ્ધ થયા છે. આવા સમયમાં પણ ગઈસાલે આણંદમાં આવેલ ખંભાતના ખારાપાટમાં એક ચકચારી ઘટના બની છે. અહીં અમદાવાદી ખડકીમાં રહેતા રાજેશ પટેલના ઘરે ગઈકાલે આણંદ SOGને મળેલ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડામાં રાજેશ પટેલના ઘરમાંથી 3.25 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી હતી. પોલીસ દ્વારા તેમને આવકના સ્રોત વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોઈ સંતોષકારક જવાબ ન મળતા છેવટે જિલ્લા પોલીસ વડા રાજીયનને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ત્યારપછી પોલીસ દ્વારા CRPCની કલમ 102 હેઠળ રોકડા રૂપિયાનો કબ્જો લઈને ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ દ્વારા ગુનો નોંધીને ઇનકમટેક્સ વિભાગને સંબંધિત રોકડ વિશે જાણ કરવામાં આવી છે. રાજેશ પટેલ સુખી સંપ્નન પરિવારનાં છે. તેઓ વ્યવસાયે કેમિકલ કંપનીમાં ભાગીદાર છે.

આપને જણાવી દઈએ કે,  એમનો દીકરો લંડનમાં રહે છે ત્યારે આ પૈસા બિનહિસાબી હોવાને લીધે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ મામલે આગામી સમયમાં આયકર વિભાગની તપાસમાં પૈસાના સ્રોત અંગે શું તથ્યો બહાર આવે છે તે જોવું જ રહ્યું.

500-2000ની ચલણી નોટોના બંડલો થેલામાં ભરીને પોલીસ લઈ આવી:
પોલીસને રાજેશ પટેલના ઘરમાંથી 500-2,000 રૂપિયાના બંડલો વિમલના થેલામાં ભરીને તેમજ અન્ય એક થેલામાં ભરીને લઈ આવી હતી. આટલી મોટી રકમ રોકડમાં એકસાથે જોઈને પોલીસના જવાનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા તેમજ એમની માટે પણ આ ચર્ચાનો વિષય બની ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *