સમગ્ર રાજ્યમાં હત્યાના બનાવોનો સિલસિલો યથાવત જ રહ્યો છે ત્યારે આવી જ એક અન્ય ઘટના રાજ્યમાંથી સામે આવી છે. લગ્ન કર્યાંના 2 મહિના પછી તારા પિતાએ મોભા મુજબ કરિયાવર આપ્યું નથી તેમ કહીને પિયરમાંથી સોનાનું કડું લઇ આવવા સસરિયાઓ શારીરિક-માનસિક ત્રાસ આપીને પતિએ પત્નીને ચપ્પુનો ઘા મારી ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે.
સાસરિયાઓ દ્વારા દીકરાને પિયરમાં લઈ જવા માટે 5 લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. પોલીસ દ્વારા આ મામલે પતિ સાસુ-સસરા તથા નણંદની વિરુદ્ધ મહિલા અત્યાચારની કલમો અંતર્ગત ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
કરિયાવરમાં રોકડ દાગીના માંગવામાં આવ્યા:
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આણંદની રહેવાસી તેમજ હાલમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરી રહેલ ફક્ત 24 વર્ષની મહિલાના લગ્ન વર્ષ 2019 જાન્યુઆરીમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ વ્રજધામ સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ રણજીત પરમારની સાથે સમાજનાં રીતિ-રિવાજ પ્રમાણે થયા હતા.
આ દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્ર છે. લગ્ન વખતે યુવતીના પિતાએ જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ વાસણો, કપડા, પલંગ તથા સોના-ચાંદીના દાગીના આપવામાં આવ્યા હતા. આની સાથે જ ત્રાસ આપવામાં આવ્યો હતો અને મેણા-ટોણા મારવામાં આવતા હતાં.
લગ્ન કર્યાંના 2 મહિના પછી સાસરીયાઓએ પોત પ્રકાશ્યું હતું તેમજ યુવતીનો પતિ અને સાસુ સસરા-નણંદ ઘણીવાર યુવતીને શારીરિક-માનસિક ત્રાસ આપીને મેણા ટોણા મારતા હતા. તારા પિયરમાંથી કરિયાવરમાં સોનાનું કડું કેમ આપ્યું નથી તેમ કહીને સોનાનું કડું લાવવું પડશે. તારા યુવરાજની સાથે બીજા લગ્ન છે આની પહેલા પણ લગ્ન કરેલી છોકરીએ કરિયાવર તેના ઘરેથી ન લાવતા અમે છૂટાછેડા આપી દીધા છે. તેના જેવો હાલ તારો પણ કરીશું.
પતિએ ચપ્પુના ઘા માર્યા:
યુવતીએ માજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા યુવતીના પિતાએ સંસારના બગડે એ માટે સમજાવટ કરીને મામલો થાળે પાડયો હતો. ત્યારબાદ પણ સાસરિયાઓ દ્વારા યુવતીને શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાનગતિ શરુ રાખવામાં આવી હતી. આ દરમિયાન યુવતીએ અભયમની મદદ લેતા યુવતીનો પતિએ રસોડામાંથી ચપ્પુ લાવીને યુવતીના જમણા પગના થાપા પર મારતા યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી.
પોલીસે તપાસ હાથ ધરી:
સાસરિયાઓ દ્વારા યુવતીના પિતાને જણાવવામાં આવ્યું હતું કે, તમારી છોકરીને લઇ જઈને દીકરો જોઈતો હોય તો રૂપિયા 5 લાખ આપવા પડશે. ફરિયાદને આધારે માજલપુર પોલીસ દ્વારા સાસરીપક્ષના પતિ યુવરાજ સિંહ પરમાર , દક્ષાબેન પરમાર, રણજીત સિંહ પરમાર અને અનુપમાબેન પરમારની વિરુદ્ધ મહીલા અત્યાચાર તેમજ દહેજ પ્રથા અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.