ગેલેરીમાં કપડા સુકવતી મહિલાનું બાલ્કનીમાંથી પટકાતા મોત- 108 મોડી પહોચી અને મોત થયાનો લાગ્યો આરોપ

ગુજરાતમાં અવાર-નવાર રહસ્યમય રીતે અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં રુદ્રાક્ષ કોમ્પલેક્ષ માં રહેતા હરિકૃષ્ણભાઈ નરશીભાઈ દેવગણીયા ઉંમર 40 તેમના માતા શ્રી ભાગ્યશ્રી બેન નરશીભાઈ દેવગાણિયા ગેલેરી માં કપડાં સુકાવા માટે ગયા હતા. કપડાં સુકવતા તે ત્રીજા માળ પરથી નીચે જમીન પર પડી જતા તેમનું મૃત્યુ થયેલ છે.

70 વર્ષની ઉમરે ભાગ્યશ્રી બેનનું ત્રીજા માળેથી નીચે પટકાવાને લઈને તેનું મોત થયું હતું. જોકે આ ઘટનાનાં પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જોકે આ મહિલાએ આપઘાત કર્યો છે કે અકસ્માત થતા નીચે પડી છે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપોર નજીકના રુદ્રાક્ષ ઍપાર્ટમેન્ટમાં રહેતા 70 વર્ષીય આધેડ મહિલા અચાનક પોતાના મકાનના ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. અત્રે ઉલેખનીય છે કે, સમગ્ર ઘટના બાદ ત્યાં હાજર લોકોએ 108 ને વારંવાર ફોન કર્યા હતા. તેમ છતાં 108 20 થઈ 25 મિનિટ પછી પહોંચી હતી.

ત્રીજા માળેથી નીચે પટકાતા તેમનું ઘટના સ્થળ પર કરુણ મોત થયું હતું. જોકે ત્રીજા માળેથી નીચે પટકાતા ઍપાર્ટમેનમાં રહેતા સાથે નજીકના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. જોકે પોલીસે ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

જોકે, આ આધેડ મહિલાને ચક્કર આવવાની બીમારી છેલ્લા લાંબા સમયથી હોવાનું સામે આવ્યુ હતું. જોકે, મહિલા ત્રીજા માળેથી કેવી રીતે નીચે પટકાયા મામલે પરિવારજ પણ સમજી શકતા નથી. મહિલાના મોતને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, આ મહિલા આપઘાત કરી પોતાના મકાનમાંથી નીચે કૂદી પડી છે કે, અક્સ્માતે પડી છે. તેને લઈને તર્ક વિતર્ક થઇ રહ્યા છે. આ વચ્ચે ચોકબજર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *