સુરતમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: નજીવી રકમની લેતી-દેતીમાં બે સગા ભાઈઓએ પિતરાઇ ભાઈની કરી હત્યા

રાજ્યમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. સુરતના પાંડેસરામાં બે સગા…

રાજ્યમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. સુરતના પાંડેસરામાં બે સગા ભાઈઓએ 22 હજાર રૂપિયાની મેટરમાં પિતરાય ભાઈ પર એસિડ નાખી દોરીથી ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. બંનેએ હત્યા કરી મોડીરાતે લાશને ટેરેસ પરથી પાછળ ઝાડીમાં ફેંકી દીધી હતી. હત્યાનો ગુનો ક્રાઇમબ્રાંચે સીસીટીવી ફૂટેજના આધારે ઉકેલી બન્ને હત્યારાઓને દબોચી લીધા હતા.

ગત 22મી ફેબ્રુઆરીના રોજ પ્રશાંત ઉર્ફે મિથુન અનંતકુમાર ગૌડ સૂતો હતો તે વખતે બન્ને ભાઈઓએ નજીકની દુકાનમાંથી એસિડ લાવી તેના મોઢા પર નાખી દીધું હતું. પછી ટૂંપો આપી માથામાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરી મોઢા પર ઈંટથી ઘા કરી લાશને ટેરેસ પરથી ફેકી દીધી હતી.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ગત 25મી ફેબ્રુઆરીના રોજ પોલીસને લાશ મળી હતી. લાશના પોસ્ટમાર્ટમ બાદ 3 દિવસ પછી પાંડેસરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યારા નારાયણ ચક્રપાણી પાસેથી મરણજનાર પ્રશાંતે બે મહિનાનો 22 હજારનો પગાર જબરદસ્તી પડાવી લીધો હતો. જેના કારણે હત્યારા નારાયણ ચક્રપાણી ગૌડ અને તેના ભાઈ ક્રિષ્ણા ચક્રપાણી ગૌડએ તેની હત્યા કરી હતી. આરોપીઓ મૃતકના પિતરાઇ ભાઈ છે.

પાંડેસરા જગન્નાથ નગર સોસાયટીમાં પ્લોટ નં-86ની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ઝાડીમાંથી યુવકની 25મી તારીખે સાંજે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકના હાથમાં તેનું ઓરિયા ભાષામાં પ્રશાંત નામ લખ્યું હતું. જેના પરથી ઓરિસ્સાવાસી હોવાની આશંકા થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *