વેક્સીન લીધાના 12 કલાકમાં જ સાજાનરવા વ્યક્તિનું થયું કરુણ મોત, પરિવારજનોએ એવો નિર્ણય કર્યો કે…

હાલ સમગ્ર વિશ્વભરમાં કોરોના બેકાબુ બન્યો છે. વિશ્વમાં સૌથી વધારે કેસમાં ભારત પહેલા નંબરે છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજીબાજુ લોકોને કોરોનાની વેક્સિન અપાઈ રહી છે. હવે કોરોનાથી બચવા માટે લોકોને વેક્સિનેશન આપવામાં આવી રહી છે, પણ છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વેક્સીન લોઈને કોરોના થયો હતો તેની સંખ્યામાં વધારો થયો છે. હાલ અમદાવાદ શહેરના 58 વર્ષના વ્યક્તિએ કોરોના વેક્સીન લીધાના 12 કલાકમાં જ તેમનું મોત થયું હતું. અને પરિવાર માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમણે કોરોના વેક્સીન લીધા બાદ રાતે ઘરે સુતા હતા અને અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને થોડી જ મિનિટોમાં તેમનું મોત થયું હતું. આ ઘટના સર્જાતા પરિવારના નાના પુત્ર અને તેની પત્નીએ કોરોના વેક્સીન લેવાનું ટાળી દીધું છે.

શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા અભિષેક ગેડિયાએ જણાવતા કહ્યું હતું કે, સરકારી નોકરી હોવાથી છેલ્લા બે મહિનાથી અહિયાં રહેવા આવ્યા હતા અને તેમના માતા પિતા હાલ પણ સુરત જ રહે છે. મૃતક મનસુખભાઈએ અંદાજે દોઢ વર્ષ પહેલાં બાયપાસ સર્જરી કરાવી હતી. થોડા થોડા સમયે અમદાવાદમાં ડોક્ટરને બતાવવા આવવું પડતું હતું, આ માટે તેઓ ત્રણ મહિના પહેલા જ અમદાવાદ સાથે રહેવા આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાએ ગરી એકવાર વેગ પકડ્યો છે અને વધારેમાં વધારે લોકોને રસી આપવામાં આવી રહી હોવાથી તેમના માતા-પિતાએ પણ રસી લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેમણે ક્યા ખબર હતી કે, બીમારીથી બચાવનારી દવા જ મૃત્યુનું કારણ બનશે.

બે દિવસ પહેલા એટલે કે, 2 એપ્રિલના રોજ માતા-પિતા બંને રસી લેવા માટે વિરાટનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગયા હતા. પિતાએ બાયપાસ સર્જરી કરાવી હતી એટલે તેના દરેક રિપોર્ટ સાથે લઈને ગયા હતા. અને અર્બન હેલ્થ સેન્ટરમાં  હાજર ડોકટરને રસી લેતાં પહેલા આ રિપોર્ટ પણ બતાવ્યા હતા. તેમછતાં ત્યાં હાજર રહેલા ડોકટરે તેમને રસી લેવામાં કઈ નહિ થાય કહ્યું હતું અને રસી આપી દીધી હતી. ડોક્ટરની સલાહથી બંનેએ રસી મુકાવી હતી. રસી મુકાવીને તરત જ મનસુખભાઈ નોકરી પર પરત ફર્યા હતા અને તેમના પત્ની ઘરે આવ્યા હતા. સાંજે જયારે મનસુખભાઈ નોકરીથી ઘરે આવ્યા ત્યારે તેમને અશક્તિ અને તાવ જેવું આવ્યું હતું અને સાથે-સાથે તેમના પત્નીને પણ તાવ આવી ગયો હતો. આટલું જ નહિ પણ મોડી રાતે 12 વાગ્યાની આસપાસ મનસુખભાઈને શ્વાસ લેવામાં તકલીફ પણ પડવા લાગી હતી. જયારે તેમના પત્નીએ પૂછ્યું ત્યારે મનસુખભાઈએ જણાવ્યું કે, થોડી તકલીફ છે અને માત્ર બે જ મિનિટમાં જ મનસુખભાઈનું કરુણ મોત થયું હતું.

મૃત્યુ પામેલા મનસુખભાઈના પરિવારના સભ્યોનું કહેવું છે કે, મનસુખભાઈને કોઈ જ બીમારી ન હતી અને સ્વાસ્થ્ય પણ ખુબ સારું હતું. મનસુખભાઈને દોઢ વર્ષ પહેલાં બાયપાસ જ કરાવ્યું હતું. પણ હાલમાં સ્વાસ્થ્ય ખુબ સારું હતું. કોરોનાની રસી લેવા ગયા ત્યારે દરેક રીપોર્ટ સાથે લઈને ગયા હતા ને ત્યાં હાજર રહેલા ડોક્ટરને બતાવ્યા પણ હતા. પણ ત્યાં હાજર રહેલા ડોકટરે કઈ નહિ થાય આવું કહી ને કોરોના વેક્સીન અપાવી દીધી હતી. પરંતુ ડોક્ટરના મિસ ગાઈડન્સના કારણે તેઓએ રસી લીધી અને ફક્ત 12 કલાક જ તેમનું મોત થયું હોવાનું તેમને લાગી રહ્યું છે. ઘરમાં રસી લીધા બાદ પિતાનું અવસાન થતાં હવે પરિવારના કોઈ સભ્ય કોરોના વેક્સીન નહિ લે તેવો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *