દેશની પ્રતિષ્ઠિત ભારતીય નૌસેનામાં હવે ગુજરાતી નારી શક્તિનો પ્રવેશ થઇ ચુક્યો છે. સુરતી યુવતી આયુષી દેવાંગ દેસાઈની નૌસેનામાં સબ લેફ્ટેનંટ રૂપે પસંદગી થઇ છે.તે માટે આયુષીએ અતિ કઠીન ગણાતી સર્વિસ સિલેકશન બોર્ડની પ્રવેશ પરીક્ષા પસાર કરી છે. ૮૦૦થી વધુ ઉમેદવારોએ આપેલી આ પરીક્ષામાં ભોપાલ મુકામે પાંચ દિવસ સુધી ચાલેલી વિવિધ શારીરિક અને માનસિક કસોટીઓ પસાર કરવાની હતી. તેને અંતે પસંદ થયેલાં માત્ર પાંચ ઉમેદવારોમાં આયુષી દેસાઈનો સમાવેશ થતાં તેમના સમાજમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.
સુરતની ગાંધી એન્જીનીયરિંગ કોલેજમાંથી બી.ઈ. (સિવિલ)ની ડીગ્રી ધારણ કરનાર આયુષીએ યુનીવર્સીટી એન્ટ્રી સ્કીમ દ્વારા નૌસેનામાં પ્રવેશ મેળવ્યો છે. કોલેજમાં તેમણે એન.સી.સી.ની તાલીમ લઇ સી લેવલની પરીક્ષા એ ગ્રેડમાં પસાર કરી હતી જે માટે તાજેતરમાં વડોદરામાં એક સમારંભમાં તેમને સર્ટીફીકેટ એનાયત થયું હતું.
”મોટી થઇને કંઇક અલગ ફિલ્ડમાં જવુ હતું અને તેમાં દેશની સેવા પણ થઇ શકે. નેવીથી ઉત્તમ વિકલ્પ મને કોઇ લાગ્યો નહી. જ્યારે એનસીસીમાં હતી ત્યારથી જ ઇન્ડિયન નેવી પ્રત્યે આકર્ષણ રહ્યુ હતું. અને એ આકર્ષણ પેશનમાં બદલાયુ અને આજે હવે ઇન્ડિયન નેવીના દરવાજા મારા માટે ખુલી ગયા..” નૌસેનામાં સબ લેફ્ટેનંટ તરીકે સિલેક્ટ થનારી સુરતી યુવતી આયુષી દેવાંગ દેસાઈએ આ શબ્દો કહ્યા હતાં. સુરતની ગાંધી એન્જીનીયરિંગ કોલેજમાંથી બી.ઈ. (સિવિલ)ની ડીગ્રી મેળવીને આયુષીએ યુનીવર્સીટી એન્ટ્રી સ્કીમ દ્વારા નૌસેનામાં પ્રવેશ મેળવ્યો છે.
કોલેજમાં તેમણે એન.સી.સી.ની તાલીમ લઇ સી લેવલની પરીક્ષા એ ગ્રેડમાં પસાર કરી હતી જે માટે તાજેતરમાં વડોદરામાં એક સમારંભમાં તેમને સર્ટીફીકેટ એનાયત થયું હતું. આયુષીએ અતિ કઠીન ગણાતી સવસ સિલેકશન બોર્ડની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. દેશભરમાંથી ૮૦૦થી વધુ ઉમેદવારોએ આપેલી આ પરીક્ષામાં માત્ર પાંચ જ ઉમેદવારની પસંદગી થઇ જેમાં એક સુરતની આયુષિ હતી. આગામી તા-૨૮મી જુનથી તે કેરેલા ખાતે ૬ મહિનાની ટ્રેનિંગ માટે જશે. ટ્રેનિંગ બાદ તેને પોસ્ટ આપવામાં આવશે. ગુજરાતમાંથી એક અને એ પણ સુરતની યુવતિની પસદંગી સુરત માટે ચોક્કસ ગૌરવની બાબત છે.
ઇન્ડિયાનું એરક્રાફ્ટ કરીઅર ડીઝાઇન કરવુ છે : આયુષી
આયુષી જીમ્નાસ્ટીકની કુશળ ખેલાડી છે. છેલ્લા ૧૫ વર્ષોમાં તેણે ૩૫થી વધુ સ્પર્ધાઓમાં ઘણા પદક જીત્યા છે જેમાં નેશનલ મેડલ પણ સામેલ છે. તે માટેની તાલીમ તેમણે સ્વાંસી ક્લબમાં લીધી હતી. એંકરીંગ, રીડીંગ અને સંગીતનો શોખ ધરાવતી આયુષીએ કહ્યુ કે તેને આઇએનએસ વિક્રમાદિત્ય જેવુ ઇન્ડિયાનું એરક્રાફ્ટ કરીઅર ડીઝાઇન કરવુ છે. જેના કારણે દેશ તેને માટે ગૌરવ લઇ શકે.
દેશમાં રહીને ટેલેન્ટનો યુઝ કરવા બદલ ગૌરવ : માતા-પિતા
આયુષીના માતા-પિતા જીજ્ઞાાબેન અને દેવાંગ એચ. દેસાઈ ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયા છે. તેમણે કહ્યુ કે છેલ્લા કેટલાંય વર્ષોમાં ગુજરાતમાંથી કોઈ યુવાન સ્ટાફ સિલેકશન બોર્ડની પરીક્ષા પસાર કરી શક્યાં નથી. નૌસેનામાં પ્રવેશ મેળવનાર આયુષી ગુજરાતની મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બની રહેશે. આ ઉપરાંત તેને વિદેશમાં જવાનો ચાન્સ પણ હતો છતાં તેણે દેશમાં રહીને જ તેનું ટેલેન્ટ દેશ માટે વાપરવાનો નિર્ણય કર્યો એ બદલ ખુબ ગૌરવ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.