સુરત: સ્મશાનમાં કોરોના મૃતકોને અંતિમવિધિ માટે બે ત્રણ કલાકનું વેઈટીંગ- સ્ટીંગ ઓપરેશનમાં ધડાકો

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સુરત ફરી એકવાર કોરોનાની જબરદસ્ત અજગરી ભરડામાં ફસાઈ ગયું છે. મહામારીના એક વર્ષનાં લાંબા સફર બાદ પણ કોરોનાએ સુરતનો પીછો છોડયો નથી.

ઊલટું હાલના સમયમાં પકડ વધારે મજબૂત બનાવી છે. પાલિકાનું આરોગ્ય તંત્ર કોરોના સામેના જંગમાં ઝઝૂમી રહ્યું છે ત્યારે આ જીવલેણ રોગના પ્રતિદિન જાહેર થતાં સરકારી આંકડાઓ તેમજ શહેરની વાસ્તવિક પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફેર હોવાની હકીકત સામે આવી છે.

જયારે બીજી તરફ સુરતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયો કોઈને પણ વિચલીત કરી શકે છે. હાલમાં સુરતના અશ્વિની કુમાર સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ખુબ લાંબી લાઈન લાગી હોવાનો એક વીડિયો સામે આવી રહ્યો છે. મૃતદેહોની અંતિમવિધિ કરવાં માટે લાંબી લાઈનોને જોઈ કોઈપણ વ્યક્તિને ભય લાગી જશે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થયો છે. સમગ્ર શહેરમાં પાલિકા તંત્રએ આપેલ મોતના આંકડા તેમજ સ્મશાનગુહના આંકડામાં ફેરફાર સ્મશાન ગૃહની સાથે જોડાયેલ છે. સમગ્ર શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે.

જયારે હવે હાલમાં સ્મશાનભૂમિ પણ મૃતદેહોથી ભરચક થઇ ચૂકી છે. કોરોનાથી દર્દીઓના મોતનો સત્તાવાર દૈનિક આંકડો ફક્ત 5 જેટલા જાહેર કરવામાં આવ્યો છે જયારે બીજી બાજુ શહેરી વિસ્તારની અલગ-અલગ સ્મશાન ભૂમિઓમાં દરરોજ કુલ 75થી પણ વધારે દર્દીઓના અંતિમ સંસ્કાર કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થઇ રહ્યાં હોવાની ખુબ ભયંકર સ્થિતિ છે.

સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં દર્દીઓ કતારમાં બેઠા છે તો, હવે સ્મશાનમાં પણ કોવિડ પ્રોટોકલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહોની લાઇન લાગી છે. વિતેલા 3 અઠવાડિયાથી કોરોનાની પરિસ્થિતિ પુનઃ ભયાવહ થઇ ચૂકી છે. તેમાં પણ છેલ્લા 4-5 દિવસથી જાહેર આરોગ્યનો જાણે દાટ વળી ગયો છે.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ સંખ્યાબંધ લોકોના મોત થઇ રહ્યાં છે. તેનો પુરાવો અંતિમધામ કહેવાતી સ્મશાનભૂમિના ચોપડે નોંધાયેલ હકીકત બોલી રહી છે. શહેરની પ્રખ્યાત મુખ્ય 3 સ્મશાનભૂમિઓ એટલે કે, અશ્વિનીકુમાર, ઉમરા તથા જહાંગીરપુરામાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાં માટે સૌથી વધારે લાઇન લાગી છે.

સૌથી વધારે લાઇન અશ્વિનીકુમાર સ્મશાનભૂમિમાં:
અશ્વનિકુમાર, ઉમરા તથા જહાંગીરપુરા સ્મશાનભૂમિમાં અડધોઅડધ મૃતદેહોના કોવિડ ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. નામ ન લેવાની શરતે આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે અશ્વિનીકુમાર, ઉમરા તથા જહાંગીરપુરા સ્મશાનભૂમિમાં દૈનિક આવતી સરેરાશ ડેડબોડીની સંખ્યામાં 5 દિવસથી એકાએક વધારો જોવા મળ્યો છે.

જેમાંથી 50% ડેડબોડીનો કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ નિકાલ કરવામાં આવી રહ્યો છે. સૌથી વધારે ભંયકર પરિસ્થિતિ છાપરાભાઠામાં આવેલ અશ્વિનીકુમાર સ્મશાનભૂમિમાં નોંધાઇ છે. અહીં કોવિડ સિવાયના સામાન્ય મૃતદેહોની અંતિમવિધિ કરવા માટે 2 કલાક સુધી રાહ જોવાનો વારો આવ્યો છે.

અંતિમક્રિયા માટે પણ કલાકોનું વેઇટિંગ:
શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓ માટે બેડ ખાલી નથી. દર્દીઓને બેડ મળ્યા પછી સારવારમાં સંજીવની કહેવાતા એવાં રેમડેસિવિર તથા ટોસિલીઝુમેબ ઇંજેકશન મળશે કે નહીં? તેની ચિંતા સતાવી રહી છે. જેને કારણે સારવારમાં વિલંબ થઇ રહ્યો છે.

સારવાર દરમિયાન મૃત્યુ પામનાર કમનસીબ દર્દીઓની અંતિમક્રિયામાં પણ વિલબં થઇ રહ્યો છે. આની માટે સ્મશાનભૂમિમાં સતત વધતી જતી લાશોનો આંકડો કારણભૂત હોવાનું જણાઈ રહ્યો છે. છેલ્લા પાંચથી છ દિવસથી શહેરની પ્રખ્યાત મુખ્ય 3 સ્મશાનભૂમિમાં શબસૈયા ખાલી ન મળતા અંતિમવિધિ માટે કલાકોનું વેઇટિંગ શરૂ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *