હાલમાં ચોરીના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગઢડા તાલુકાના ઢસા ગામે તસ્કરો દ્વારા બે સોનીની દુકાનોમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. આશ્ચર્યની વાચ તો એ છે કે, તસ્કરોએ ચોરી કરવા માટે પીપીઈકીટ પહેરી છે. જેમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવના પગલે દુકાનદારો દ્વારા ઢસા પોલીસ સ્ટેશનમાં અજાણયા તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોધાવવામાં આવી છે.
પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ઢસા ગામે સ્ટેશન રોડ ઉપર સોનીની દુકાનો આવેલી છે. જેમાં હિતેશ જ્વેલર્સ અને અમિતભાઈ સોની એમ બે દુકાનોમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. જેમાં અજાણ્યા તસ્કરો ઇકો ગાડીમાં આવે છે અને ચોરી કરવા માટે પીપીઈકીટ પહેરી આવતા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું છે.
તસ્કરો દ્વારા ચોરી દરમિયાન હિતેશ જ્વેલર્સની દુકાનનું શટર તોડી તથા કાચ તોડી દુકાનમાં કાઉન્ટરની અંદર મુકેલી સોનાની બુટ્ટીની જોડી નંગ-3 જેનો કુલ વજન-15 ગ્રામ જેની કિંમત રૂ.60,000/- હજાર, કાચની જોડી નંગ-2 જેનું વજન-8 ગ્રામ જેની કિંમત રૂ. 32,000/- હજાર તથા સોનાની વીંટી નંગ-5 જેનું વજન-10 ગ્રામ જેની કિંમત રૂ. 40,000/- હજાર તેમજ રોકડા રૂ 1,50,000/- રૂપિયા મળી કુલ કિ.રૂ. 2,82,000/- હજારની ચોરી કરવામાં આવી છે.
આ સાથે રામજી મંદિરની બાજુમાં આવેલ અમિતભાઈ સોનીની દુકાને ચોરીનો બનાવ બન્યો હતો તેમાં અંદાજે ચાંદીની વીંટી નંગ-25 જેનું વજન-36 ગ્રામ જેની કિંમત રૂ. 7200/- સાથે ઇમીટેશનના ડાયમંડ સેટ નંગ-12 જેની કિંમત રૂ. 3600/- ની મળી કુલ કીંમત રૂ. 10,800/- તેમ બન્ને દુકાનોમાંથી અંદાજે 2,92,800/- નો મુદ્દામાલ ચોરી થઇ હોવાની ઢસા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. જેમાં હાલ સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.