ભારતીય કોરોના વેક્સીનને લઈને WHOએ કર્યો ચોંકવનારો ખુલાસો- રસી લેવાથી…

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાને લીધે લોકોમાં ભયનો માહોલ ફરી વળ્યો છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. કોરોના અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે, WHO…

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાને લીધે લોકોમાં ભયનો માહોલ ફરી વળ્યો છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. કોરોના અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે, WHO પણ તેના નિવેદનો બદલતી રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રવક્તા જણાવે છે કે, કોરોનાની રસી લેવાથી વાઇરસનો પ્રસાર અટકે છે તેવું હજુ સાબિત થયું નથી.

જેથી વિશ્વ આરોગ્ય સંસ્થા આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે વેક્સિનેશન પાસપોર્ટની શરૂઆત કરવાને મંજુરી આપતી નથી. માર્ગારેટ હેરિસ જણાવે છે કે, એપ્રિલ માસના અંત સુધીમાં અમે ચીનની કોરોના રસીઓ સિનોફાર્મ તથા સિનોવેકને સંભવિત ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી આપી દેવાની સમીક્ષા શરૂ કરવામાં આવશે.

બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ માનવીમાંથી બિલાડી, શ્વાન, મિન્ક, રકૂન, સિંહ તથા વાઘમાં પણ કોરોના વાઇરસના પ્રસારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રશિયામાં હૂના પ્રતિનિધિ મેલિતા વુજનોવિક જણાવે છે કે, મુખ્યત્વે કોરોના વાઇરસ માનવીથી માનવીમાં પ્રસરે છે પણ કોરોના વાઇરસ ઝૂઓટિક વાઇરસ હોવાને લીધે તે માનવીથી પ્રાણીમાં પ્રસરતો હોવાના પુરાવા છે.

જેના પ્રસાર માટેનું માધ્યમ કયું છે તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેમણે કહ્યું હતું કે, કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલ સંખ્યાબંધ મિન્ક, શ્વાન, બિલાડી, સિંહ, વાઘ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. કોરોના વાઇરસથી અન્ય પ્રાણીઓમાં થતી અસરોનો હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જેથી કોરોના સંક્રમિત લોકોને તેમના પાલતુ પ્રાણીઓથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવે છે.

ભારતમાં 50,000 મોતની ચેતવણી આપી નથી: WHO
WHO દ્વારા 15 એપ્રિલ સુધીમાં ભારતમાં 50,000 લોકોનાં મોત થશે તેવો દાવો કરતા અહેવાલોને નકારી કાઢવામાં આવ્યા છે. ટ્વિટર પર જાણ કરત WHO જણાવે છે કે, ભારતમાં કોરોનાને લીધે 50,000 લોકોનાં મોત થશે તેવી ચેતવણી આપવામાં આવી છે તેવો દાવો કરતો વીડિયો ફેક ન્યૂઝ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આવાં પ્રકારની કોઈપણ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *