આજકાલ વધતા આત્મહત્યાના કેસો દરમિયાન ફરી એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે જેમાં પ્રેમમાં પ્રેમીઓ કઈ પણ હદ સુધી જઈ શકે છે. પરંતુ પ્રેમમાં જ્યારે દગો મળે ત્યારે દુનિયાની સર્વસ્વ બાબતો નાની લાગે છે. પ્રેમમાં મળતા દગાના કારણે હતપ્રભ બનેલા બાલસિનોરના એક આશાસ્પદ યુવકે અંતિમ વીડિયો બનાવી અને નર્મદા કેનાલમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી છે.
આ ઘટનાના કારણે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે. જોકે, આપઘાત કરતા પહેલાં MBBSના આ વિદ્યાર્થીએ રડતાં રડતાં અંતિમ વીડિયોમાં કહ્યું કે, ‘મેં તને ટ્રુ લવ કર્યો, અને તે મને દગો આપ્યો, બાય લવ યુ સો મચ’ આવું કહીને તેણે કેનાલમાં ઝંપલાવી દીધું. આ ઘટનામાં યુવકનું મોત થયું છે જ્યારે પરિવારે પોતાનો વ્હાલો દીકરો ગુમાવ્યો છે.
પરિવાર દ્વારા આ સમગ્ર મામલે બાલાસિનોરના સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવની વિગતો એવી છે કે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરની મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા શિક્ષક સુરેશ ભાઈનો એકનો એક દીકરો હર્ષિલ કે જે ફિલિપાઈન્સ ખાતે MBBSમાં અભ્યાસ કરે છે અને રજાઓ હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી વતનમાં બાલાસિનોર આવ્યો હતો.
તારીખ 5 એપ્રિલના રોજ પ્રેમમાં દગો મળ્યો હોવાથી સાચા પ્રેમની વેદના સાથે કેનાલમાં ઝંપલાવતા પહેલાં વીડિયો બનાવી મિત્ર સર્કલમાં સેન્ડ કરી ગળતેશ્વર ગામ ખાતે આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવી તેણે મોતને વહાલું કર્યું છે. બે દિવસ બાદ હર્ષિલનો મૃતદેહ મળી આવતા એકના એક દીકરાનાં મૃતદેહને જોતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મૃતક હર્ષિલના માતાપિતા દ્વારા સેવાલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સેવાલીયા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક હર્ષિલે કેનાલમાં ઝંપલાવતાં પહેલાં પ્રેમિકાને પોતાના સાચા પ્રેમની વેદનાના સંદર્ભમાં જણાવ્યું હતું કે, ‘બાય, લવ યુ સો મચ’ મેં તને સાચો પ્રેમ કર્યો હતો પણ તે મને દગો આપ્યો.
એક વર્ષથી તારો બીજા જોડે સબંધ છે તે મને કહ્યું પણ નહીં’ આમ પ્રેમમાં પાગલ બનેલા હર્ષિલે પોતાના સાચા પ્રેમની વેદના સાથે 11 સેકન્ડનો વીડિયો બનાવી પોતાના મિત્ર સર્કલમાં આ વીડિયો સેન્ડ કરી જિંદગીને અલવિદા કહી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.