આજના આ કળયુગી સમયમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ ચોકી જશો. આ કિસ્સામાં એક પોતાના ડ્રગના વ્યસનને પૂરું કરવા માટે જયારે એક મહિલાને પૈસા ઓછા પડ્યા તો તેણે એવું કામ કરવાનું શરુ કર્યું કે જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. મહિલા પર આરોપ છે કે તેણે 13 વર્ષની બાળકીને ડરાવી ધમકાવીને હવસખોરોને વેચવાનું શરુ કર્યું.
આ કામમાં તેને તેના એક સાથીદારનો પણ ટેકો મળ્યો હતો. જે 200 રૂપિયામાં પોતાનો ઓરડો આવા ગંદા કામ માટે ભાડે આપવાનું કામ કરતી હતી. ન જાણે કેટલીય વાર હેવાનોએ આ માસુમ બાળકીની આબરુની કિંમત લગાવીને જીસ્મનો સોદો કર્યો હશે? આશ્ચર્ય તો ત્યારે થાય છે જયારે જાણવા મળ્યું કે, તે હજી પોતે એક બાળકી છે છતાં એક બાળકની માં બનવાની છે.
માત્ર 13 વર્ષની ઉંમરે, આ છોકરી છ મહિનાની ગર્ભવતી થઈ છે. જ્યારે યુવતીને પેટમાં દુ:ખાવો થતાં તેના માતા-પિતા તેને સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા ત્યારે તપાસ દરમિયાન ડોક્ટરોને તેની ગર્ભાવસ્થા વિશે જાણ થઈ હતી. ત્યારબાદ આ વાત બહાર આવી હતી.
ચાઇલ્ડ લાઇન ઇન્ચાર્જ ડોક્ટર અંજુ વાજપેયીના કહેવા મુજબ, યુવતીએ નિવેદન આપ્યું છે કે રીટા અને પ્રિયા નામની બે મહિલાઓને ડ્રગ્સની પણ લત છે, તેઓએ તેની સાથે ગંદુ કામ કરાવ્યું છે જેના કારણે હાલ આ બાળકી 6 મહિનાની ગર્ભવતી છે અને ખૂબ જ ડરેલી પણ છે.
ચાઇલ્ડ લાઇનને એવી શંકા છે કે, ન જાણે આવી કેટલીય બાળકીઓ હશે જેના મા-બાપ દરરોજ મજુરી અથવા અન્ય કામ માટે ઘરની બહાર જતાં હશે અને ઘરે તેમની બાળકી એકલી હોવાથી આવી મહિલાઓનો શિકાર બની જાય છે? અંજુ વાજપેયીએ જણાવ્યું હતું કે પોલીસ આ ગેંગને શોધવાનો પ્રયાસ કરી રહી છે જેથી આવી બીજી બાળકીઓની જિંદગી ખરાબ ન થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.