હાલ એક ખુબ જ હ્રદયસ્પર્શી ઘટના સામે આવી રહી છે, લોકો માની રહ્યા છે કે કોરોના આવ્યો ત્યારે દેશ માંથી બળાત્કારના કેસો ઘટી ગયા છે પરંતુ ખરેખરમાં એવું નથી. દરરોજ કોરોનાના કેસની સાથે દુષ્કર્મના કેસો પણ નોંધાઈ જ રહ્યા છે. આવનારા સમયમાં કોરોનાના કેસો બંધ થઇ જશે પરંતુ દીકરી પર થનારા દુષ્કર્મના કેસો ક્યારેય પુરા નહિ થાય તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. દરરોજ દુષ્કર્મના કેટલાય નોંધાઈ રહ્યા છે અને દુષ્કર્મ આચરનાર નરાધમોને કોઈ સજા મળતી નથી અને જો કોઈ મજબુર બાપ ફરિયાદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે તો આખી જિંદગી કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને દમ તોડી દે છે પંરતુ ન્યાયના નામે સલાહ સિવાય કઈ જ મળતું નથી.
હાલ એક પિતાએ પોતાની દીકરી પર દુષ્કર્મ આચરનાર નારામને જ નહિ પરંતુ તેના સમગ્ર પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમાચાર સામે આવતા લોકોના તો હોંશ ઉડી ગયા હતા. હવે તમે જ જણાવો કે આ પિતાએ સાચું કર્યું કે ખોટું કર્યું? પીડિતાના પિતાએ એક પરિવારના છ સભ્યોની હત્યા કરી નાખી છે. કારણ એ હતું કે, તે પરિવારના એક સભ્યે તેની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. હત્યા પછી પિતાએ ખુદ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના ગુનાની કબુલાત પણ કરી હતી અને પોલીસે આ કેસ મામલે છાનભીન પણ શરુ કરી દીધી છે.
પોલીસનું કહેવું છે કે બંને પરિવારો વચ્ચે જૂની દુશ્મની હતી અને મૃતક પરિવારના એક સભ્યએ હત્યા કરનાર આરોપીની પુત્રી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને આ અંગેની માહિતી મળતાની સાથે જ પીડિતાના પિતાએ ગાંડપણ કરી હતી અને આ વ્યક્તિ ખુબ ગુસ્સામાં આવી ગયા હતા. તમને જણાવી દઈએ કે, માસુમ સગીરા પણ દુષ્કર્મ આચરનાર આરોપી હજી પણ ફરાર જ છે અને પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.
આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે અને એક વ્યક્તિએ કેવી રીતે એક પરિવારના 6 સભ્યોની હત્યા કરી છે તે બાબતે ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. બાતમી મળતાની સાથે જ લોકોનું ટોળુ સ્થળ પર એકત્રીત થઈ ગયું હતું.
આ ભયાનક ઘટના બાદ સમગ્ર આખા ગામમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. પોતાને પોલીસને હવાલે કર્યા બાદ પોલીસે આરોપીને અટકાયતમાં લઈ ગયા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર પણ મેળવ્યું છે. જે હથિયારથી પીડિતાના પિતાએ પરિવારના છ સભ્યોની હત્યા કરી દીધી હતી.
તે જ સમયે, પોલીસનું કહેવું છે કે આ વ્યક્તિએ બદલો લેવા માટે એક પરિવારના 6 લોકોની હત્યા કરી હતી. જેમાં બે મહિલાઓ, બે બાળકો અને એક પુરુષ શામેલ છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. આ ઘટના આંધ્રપ્રદેશના એક ગામની છે, જેમાં દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમના પરિવારની હત્યા કરી નાખી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.