ગુજરાતના મહાનગરો અને ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલું કોરોના સંક્રમણ જોતા રિઝર્વ બેંકે રાજ્ય સરકાર અને સરકારી,ખાનગી,સહકારી બેંકોના સ્ટેક હોલ્ડરો સાથે બેઠક કરી તમામ બેંકો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી કાર્યરત રાખવા આદેશ આપ્યો છે.
ગુજરાતભરની દરેક બેંકોનું કામકાજ આજે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. તેમજ બેંકમાં રૂપિયા જમા કરવા, રૂપિયા ઉપાડવા અને રૂપિયા ટ્રાન્સફર કરવા જેવી સુવિધાઓજ ચાલુ રહેશે. ગ્રાહકોમાં સિનિયર સિટીઝનને પ્રાધાન્ય આપવામાં આવશે. 50 ટકા સ્ટાફથી જ બેંકની કામગીરી કરાશે. વધારાના સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કામ કરાવનુ રહેશે. તેમજ બેંકોએ એટીએમમાં પુરતા પ્રમાણમાં કેશ જમા કરાવાની રહેશે, જેથી લોકો ડિજીટલ બેંન્કીગનો ઉપયોગ કરી શકે. 21 એપ્રિલથી ૩૦ એપ્રીલ સુધી બેંક આ પ્રમાણે કાર્ય કરશે.
આવતીકાલથી બેંકો 30 એપ્રિલ સુધી આ નવા સમય પ્રમાણે કામકાજ કરશે. અગાઉ બપોરે 4-30 કલાક સુધી બેન્કિંગ કામકાજ થતું હતું. તે સમય ઘટાડવામાં આવ્યો છે. ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે, ઘણી બેંકો કોવિડ ક્લસ્ટર અને કન્ટેનમેન્ટ એરિયામાં આવી ગઈ છે ઘણા બેન્ક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
તે પરિસ્થિતિમાં સરકાર અને આરબીઆઇ એ 50 ટકા સ્ટાફ સાથે બેન્ક કાર્યરત રાખવા આદેશ આપ્યો છે. ઑલ્ટરનેટ તારીખોમાં એક એક દિવસના આંતરે સ્ટાફ કામ કરશે. બેંકો સિનિયર સીટીઝન ને ઘર બેઠી સુવિધા આપશે. એટીએમમાં નાણાંની પૂરતી વ્યવસ્થા કરાશે.
ડિજિટલ પેમેટ સિસ્ટમનો ઉપયોગ કરવા ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે તેથી બેંકોમાં ઓછામાં ઓછા ગ્રાહકોને જવું પડે. કોરોનાની સ્થિતિમાં ગ્રાહકો અને બેન્ક કર્મચારીઓ ઓછામાં ઓછા સંપર્કમાં આવે તેવો આ પ્રયાસ છે. ભારત સરકારના નાણાં મંત્રાલયે આજે તે અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે.
અત્રે ઉલેખનીય છે કે, ગજરાતમાં અત્યાર સુધી 15,000 બેંક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તો બીજી તરફ આ લહેર દરમિયાન એક મહિનામાં 30 જેટલા બેંક કર્મચારીઓનો જીવ ગયો છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાગુજરાત બેંક કર્મચારી એસોસિયેશને સરકાર પાસેથી કેટલીક માંગ કરી હતી. જેમાં કામના કલાકોમાં ઘટાડો, વધારાની રજાઓ આપવી વગેરેની માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.