આજકાલ રોડ અકસ્માતના કેસોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. અકસ્માતની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. 50% લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતાં હશે. આ દરમિયાન કરજણમાંથી ફરી એક અકસ્માતનો કેસ સામે આવ્યો છે. જેમાં કરજણના ભાજપ ધારાસભ્યના પુત્રએ એક આધેડને અડફેટે લીધા હતાં.
મળતી માહિતી મુજબ, કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર રિષી પટેલ મંગળવારે સાંજે ફુલ સ્પીડમાં જીપ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેણે એક આધેડને અડફેટે લીધા હતાં જેથી તેમનું મોત થયું હતું. બનાવ બાદ ટોળા એકત્ર થઇ જતાં ધારાસભ્યનો પુત્ર ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ બાદ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
કરજણના મેથી ગામમાં રહેતા નાગજીભાઇ ચતુરભાઇ પટેલના ભાણેજ મિનેશે જણાવ્યું કે, તેમના મામા નાગજીભાઇ મંગળવારે સાંજે 6:30 વાગ્યે મેથી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર રિષી પટેલ પૂર ઝડપેં જીપ લઇ આવ્યો હતો અને નાગજીભાઇને ટક્કર મારતાં મોત થયું હતું. મેં ફરિયાદ કરવાનું કહેતાં રિષી ભાગી ગયો હતો. રાત્રે 11:30 વાગે મૃતદેહને પીએમ માટે કરજણ દવાખાને લઇ જવામાં આવ્યો હતો.
કરજણ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એ. પટેલે જણાવ્યું કે, હિટ એન્ડ રનની કોઇ વર્ધી મળી નથી. જયારે ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે, મારો પુત્ર અને તેનો મિત્ર બન્ને કાર લઇને જતાં હતા ત્યારે એક કાકા રોડ ક્રોસ કરી રહ્યાં હતા અને કાર ઉભી રાખી દેવામાં આવી હતી. તેવી બાબત મને જાણવા મળી છે પરંતુ સાચી વિગતો હું જાવ પછી જ ખબર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.