જાણો કોણ છે આ ભાજપના નેતા જેણે ઓક્સિજનની બોટલને પણ પોતાના પ્રચાર માટે બાકી ન મૂકી

એક તરફ કોરોનાના કહેર સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. ગુજરાતમાં નાનાં શહેરો અને ગામડાંમાંથી પણ ભયાવહ સમાચારો સામે આવી રહ્યા છે. આ દરમિયાન કેટલાક…

એક તરફ કોરોનાના કહેર સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. ગુજરાતમાં નાનાં શહેરો અને ગામડાંમાંથી પણ ભયાવહ સમાચારો સામે આવી રહ્યા છે. આ દરમિયાન કેટલાક રાજનેતાઓ ખાસ કરીને પ્રસિદ્ધિ ભૂખ્યા રાજકારણીઓએ કોરોના દર્દી માટે આપવામાં આવતા ઓક્સિજનના બોટલને પણ નથી મુકતા. જાણવા મળ્યું છે કે, ઓક્સિજન બોટલ પર પોતાની તસવીરો છપાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. અમરેલીના રાજુલામાં 25 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આપવામાં આવેલા ઓક્સિજનના બોટલ પર હીરા સોલંકીના ફોટા લગાવવામાં આવ્યા છે.

સસ્તી પ્રસિદ્ધિ મામલે હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, આ પોસ્ટર મે નથી લગાડાવ્યા. મારા કાર્યકર્તાઓએ લગાવ્યા છે. હોસ્પિટલમાં બોટલોની જરૂર હોય છે તેવા સમયે અમારા બોટલ બદલાય નહીં એ માટે કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવ્યા છે.

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં માત્ર રાજુલા શહેરની સરકારી હોસ્પિટલમાં 50 બેડની કોવિડ હોસ્પિટલ ચાલી રહી છે. હવે કોરોના દર્દી વધી રહ્યા છે, હોસ્પિટલ ફુલ થઈ રહી છે અને સંક્રમણ વધી રહ્યું છે. લોકો પરેશાન થઈ રહ્યા છે આવા કપરા કાળમાં રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીના સહયોગ દ્વારા તાત્કાલિક છતડિયા રોડ પર આવેલી ખાનગી શાળામાં કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 25 બેડની સુવિધા ઊભી કરાઈ છે.

જાણવા મળ્યું છે કે, બાપાસીતારામ સેવા સમિતિ, લાઈન રોયલ ક્લબ રાજુલા સહિત સંસ્થાઓ સેવા કરવા માટે જોડાઈ છે, જ્યારે રાજુલા હોસ્પિટલમાંથી કોરોના દર્દીને હોમ આઇસોલેશન કરશે અથવા હોસ્પિટલ તરફથી રિફર કરશે તેને અહીં બેડ મળશે. જેથી રાજુલા સરકારી હોસ્પિટલમાં ઇમર્જન્સી દર્દીઓનો સમાવેશ થઈ શકે, એને લઇને આ પ્રકારનું આયોજન રાજકીય નેતા અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અહીં 2 ટાઈમ જમવાનું, 1 ટાઈમ નાસ્તો અને ડોક્ટર વિઝિટ, ઓક્સિજન મળશે અને સતત અહીં યુવાનો પણ કોરોના દર્દીને મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખશે. આજથી આ કોવિડ બેડ સુવિધા ચાલુ કરી દેવામાં આવી છે, જેથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી દ્વારા 150 ઉપરાંતના ઓક્સિજનના બાટલાનો સ્ટોક કરવામાં આવ્યો છે. જે લોકોને ઈમર્જન્સી ઓક્સિજનની જરૂર પડશે તેવા લોકોને ઓક્સિજન આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીને પૂછતાં જાણવા મળ્યું હતું કે, 25 બેડનું કોવિડ સેન્ટર આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલમાંથી જે દર્દીને રિફર કરાશે તેમનો અહીં સમાવેશ થશે. હાલ અમારા યુવાનોની ફોજ કામે લાગી છે. દર્દીઓને ભોજન સહિતની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઓક્સિજનના બાટલા પણ આવી ગયા છે. ઇમર્જન્સી જરૂર પડશે તેવા દર્દીને ઓક્સિજન આપવામાં આવશે. સેવા કરવાનો મોકો મળ્યો છે. વધુમાં જણાવ્યું કે, ગામેગામના લોકો કોરોના દર્દીને મદદ કરવા જોડાય એવી મારી અપીલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *