કાકાએ ઠપકો આપ્યો તો ભત્રીજાએ નિદ્રાધીન કાકા-કાકીની કૂહાડીના ઘા મારીને કરી ઘાતકી હત્યા

હાલમાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામમાં ભત્રીજાએ નિદ્રાધીન કાકા અને કાકીની હત્યા કરતા હોબાળો મચી ગયો…

હાલમાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામમાં ભત્રીજાએ નિદ્રાધીન કાકા અને કાકીની હત્યા કરતા હોબાળો મચી ગયો છે. ખાવાનું બનાવવા માટે લાકડા ન કાપતો હોવાથી લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો કાકાએ ઠપકો આપતા તેને મનમાં લાગી આવ્યું અને કાકા તેમજ કાકીનું બંનેનું ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામના નાયક ફળિયામાં રહેતા પતિ નાયક અર્જુનભાઇ સોમાભાઈ નાયક અને પત્ની રાધાબેન અર્જુનભાઇની શનિવારે રાત્રીના સમયે કૂહાડીના ઘા મારી હત્યા કરવવામાં આવી હતી.

રાત્રિના અરસામા સુતેલા કાકા અને કાકીની ભત્રીજા નાયક જયંતીભાઈ પ્રતાપભાઈએ નિર્મમ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો ઠપકો કાકાએ આપ્યો હતો તેથી મનમાં લાગી આવતા કાકા અને કાકીની હત્યા કરી નાખી હતી.

ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ સ્થળ પર પહોચી છે અને પતિ-પત્નીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને હત્યા પાછળનું કારણ જાણવાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી યુવકને સ્થાનિક લોકોએ પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો. જોકે, યુવક બેભાન અવસ્થામાં હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *