હાલમાં સમગ્ર સુરતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે SMC એ પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. હાલમાં જયારે સમગ્ર દેશમાં વેક્સિનને લઈ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ પણ સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે-સાથે દાદાગીરી પણ કરી રહી છે.
વેક્સિનને લઈ જાગૃતિ અભિયાનને લઇ સુરત મનપા લોકો પર બળજબરીથી વેક્સિન લગાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. સુરત ના કતારગામ વિસ્તારમાં પાલિકાના અધિકારીઓએ દુકાનો ફરતે ઘેરાવો કર્યો હતો. અને દુકાનદારોએ વેકસીન લીધી કે નય એ અંગે તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન, દુકાનદારો પાલિકાના કર્મચારી ઓ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. અને ત્યાર બાદ પાલિકા કર્મચારી અને દુકાનદારો વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં દિલીપ દુબે પાનની દુકાન ચલાવે છે. તેમની ઉંમર 45થી વધુ છે. 2 એપ્રિલનાં રોજ મનપાના કેટલાક કર્મચારીઓ તેમની દુકાને આવીને તેમની દુકાનમાં હાજર પંકજ દુબેને 1,000 રૂપિયાના દંડની રસીદ પકડાવી દીધી હતી. આ અંગે પંકજ દુબેએ પ્રશ્ન કરતાં તેમને કહેવાયું હતું કે, દિલીપ દુબેએ હજુ સુધી વેક્સિન ન લેતાં આ દંડ ફટકારવામાં આવ્યો છે.’ દિલીપ દુબેને આ વાતની જાણ થતાં તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં.
પંકજ દુબેને 1,000 રૂપિયાના દંડની રસીદ
પંકજ દુબેએ જણાવ્યું હતું કે, 30 માર્ચનાં રોજ મનપાના કર્મચારીઓ અહીં આવ્યા હતા. ફરી પાછાં 2 એપ્રિલે આવ્યા હતાં ત્યારે મેં તેમને કહ્યું હતું કે, ‘દિલીપ દુબે આજે વેક્સિન લઈ લેશે.’ પછી તેઓ જતા રહ્યા પણ થોડીવારમાં પરત ફરીને કહ્યું કે, ‘તેમણે હજુ રસી નથી લીધી.’ આટલું બોલીને તેમણે 1,000 રૂપિયાના દંડની રસીદ પકડાવી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.