મોટાભાગના કોરોના દર્દીઓ આ ભૂલો કરી પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે -જાણી લો નહીતર…

કોરોના વાયરસની બીજી લહેરથી ફરી એકવાર સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. નવો સ્ટ્રેઈન વધુ સંક્રમણ સાથે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. કેટલાક લોકો…

કોરોના વાયરસની બીજી લહેરથી ફરી એકવાર સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. નવો સ્ટ્રેઈન વધુ સંક્રમણ સાથે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. કેટલાક લોકો કોરોનાના ગંભીર લક્ષણોને ટાળવા માટે પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ જેવી દવાઓ પણ લઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ડોક્ટરની સલાહ વિના દવાઓ લેવી તમારી સમસ્યાઓમાં વધારો કરી શકે છે.

નિષ્ણાતોના મતે, કોવિડ-19નો હજી કોઈ ઇલાજ નથી. ડોકટરો દર્દીઓને જે સારવાર આપી રહ્યા છે તે સ્થિતિને નિયંત્રણમાં રાખવા અને લક્ષણોને અટકાવવા માટે છે. કોરોનાના હળવા લક્ષણોને સેલ્ફ-આઈસોલેશનથી પણ ઘટાડી શકાય છે. ફક્ત વૃદ્ધો અથવા પહેલેથી કોઈ રોગથી પીડાતા લોકોએ જ હોસ્પિટલમાં જવું જોઈએ.

પેઇન કિલર્સ-
સેલ્ફ-આઈસોલેશનમાં ડોક્ટરોની સલાહ પર દર્દીઓ તાવ અથવા માથાનો દુ:ખાવોથી રાહત મેળવવા માટે પેરાસીટામોલ અને આઇબુપ્રોફેન જેવી દવાઓનો ઉપયોગ કરી શકે છે. ડોક્ટર સામાન્ય રીતે કોમ્બીફ્લેમ અને ફ્લેક્સન જેવી દવાઓ સૂચવે છે જે પેરાસીટામોલ અને આઇબુપ્રોફેનનું સંયોજન છે. જોકે, પેઇનકિલર્સ કોરોનાના ચેપને અટકાવતી નથી, તે ફક્ત કેટલાક લક્ષણોમાં રાહત મેળવી શકે છે. લોકોએ દવાઓના પેકેટ અથવા લેબલ પર છપાયેલી સૂચના અનુસાર અથવા ડોક્ટરની સલાહ મુજબ ડોઝ લેવો જોઈએ.

કફ સીરપ-
કોરોનામાં ઉધરસથી રાહત મેળવવા માટે, તમે ડોકટરોની સલાહથી કફની દવા અથવા કફ સીરપ લઈ શકો છો. જો તમે પેરાસીટામોલ અને આઇબુપ્રોફેનનું મિશ્રણ લીધું છે તો વધારે માત્રા નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય ગળાના દુ:ખાવાથી રાહત માટે તમે મધ અને લીંબુનું મિશ્રણ લઇ શકો છો.

એન્ટિબાયોટિક્સ-
એન્ટીબાયોટીક્સથી કોરોનાની સારવાર કરવી યોગ્ય નથી. એન્ટીબાયોટીક્સ કોરોના વાયરસ સામે અસરકારક નથી. આ સિવાય, એન્ટીબેક્ટેરિયલ હાથ ધોવા પણ હાથ પરના વાયરસનો નાશ કરવામાં પણ અસરકારક નથી. તેના બદલે, 60 ટકા આલ્કોહોલવાળા સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

આયુર્વેદિક સારવાર-
કોરોના ચેપ ફેલાવવાથી બચવા માટે, કેટલાક લોકો ડોકટરોની સલાહ વિના આયુર્વેદિક અથવા પરંપરાગત દવાઓનો પણ ઉપયોગ કરે છે. જ્યારે હજી સુધી આ બાબતોના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેથી, આવી કોઈપણ વસ્તુ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

લસણ, આદુ અને હળદર જેવા અસરકારક મસાલા પણ સારવારમાટે ઉપયોગમાં લેવાય છે. લસણમાં હાજર એલિસિન નામનું તત્વ રોગપ્રતિકારક કોષોને રોગો સામે લડવાની શક્તિ આપે છે. જોકે, ડબ્લ્યુએચઓ મુજબ, કોઈ પુરાવા નથી કે લસણ આપણને વાયરસથી બચાવી શકે છે. નિષ્ણાતો કહે છે કે, આદુ અને લસણનું વધુ પડતું સેવન કરવાથી બ્લીડીંગની તકલીફ થઈ શકે છે, ખાસ કરીને જે લોકોનું લોહી પાતળું હોય છે.

વિટામિન-ડી મેગાડોઝ-
વિટામિન-ડીના ફાયદા ઘણા અભ્યાસોમાં સાબિત થયા છે. ઘણા નિષ્ણાતો માને છે કે, રોગપ્રતિકારક શક્તિને યોગ્ય રાખવામાં વિટામિન ડીની મોટી ભૂમિકા છે. પરંતુ શું તમે જાણો છો તેના મેગાડોઝ્સ આપણા માટે પણ જોખમી હોઈ શકે છે.

ખરેખર, વિટામિન-ડી એ પાણીને બદલે ચરબીયુક્ત દ્રાવ્ય તત્વ છે. આનો અર્થ એ છે કે તે પેશાબ દ્વારા બહાર નીકળવાના બદલે શરીરની ચરબીયુક્ત પેશીઓમાં સંગ્રહિત થાય છે. તે આપણા બ્લડ કેલ્શિયમને પણ નિયંત્રિત કરે છે, પરંતુ તેના વધારે સેવનથી બ્લડ કેલ્શિયમની સમસ્યામાં વધારો થાય છે, જે કિડની સ્ટોનનું કારણ પણ બની શકે છે.

સોશિયલ મીડિયામાં ઘણાં દાવા કરવામાં આવી રહ્યા છે કે, ગરમ પાણીની વરાળ(નાસ) લેવાથી કોરોના વાયરસની અસર ઓછી થાય છે. નિષ્ણાતો કહે છે કે, કોઈ પુરાવા નથી કે નાસ લેવો એ કોરોના વાયરસના ચેપ સામે અસરકારક છે. યુનિસેફના નિષ્ણાતોએ કહ્યું છે કે, નાસ લેવાથી ઘણા ખરાબ પરિણામ આવી શકે છે. આના સતત ઉપયોગથી ગળા અને ફેફસાની મધ્ય નળીમાં ટોર્કિયા અને ફેરીંક્સ બળી શકે છે અથવા ગંભીર નુકસાન થાય છે.

હાઈડ્રેટેડ રહેવું શરીરને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જ્યારે તમારું શરીર કોરોના ચેપથી સંઘર્ષ કરી રહ્યું હોય. તેથી, શરીરને પાણીની કમી ન થવા દો અને પાણી અને ફાઇબરથી સમૃદ્ધ ફળોનું સેવન કરો. બ્રિટીશ જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ કોરોના રોગચાળા દરમિયાન શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહારની પણ આવશ્યકતા છે. ઉચ્ચ કેલરીવાળા ખોરાકને બદલે ફાઇબરયુક્ત ખોરાક લો. ફાઇબરયુક્ત ફળ અને જ્યુસ ખાઓ. તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *