કોરોના વાયરસ વેકસીન કોવિશિલ્ડના ભાવને લઈને ટીકાઓનો સામનો કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ શનિવારે એક અખબારી યાદી બહાર પાડી હતી. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે ભારત સહિત વૈશ્વિક ખરીદી માટે રસીની કિંમત ખૂબ ઓછી રાખવામાં આવી છે, કારણ કે વોલ્યુમની સંખ્યા ખૂબ વધી ગઈ છે. ખાનગી બજારમાં અનેક રસીઓ ઊંચા ભાવે વેચાઇ રહી છે. જોકે સરકાર માટે, બજારમાં વેચવામાં આવતા ભાવનો ત્રીજો ભાગ રાખવામાં આવ્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રસીના વૈશ્વિક ભાવની ભારત સાથે ખોટી તુલના કરવામાં આવી રહી છે. કોવિશિલ્ડ આજે બજારમાં સૌથી સસ્તી રસી છે. શરૂઆતમાં આ રસીની કિંમત ખૂબ ઓછી રાખવામાં આવી હતી. કારણ કે, ઘણા દેશોએ તેના માટે ભંડોળ પૂરું પાડ્યું હતું, જેથી જોખમ ઉઠાવીને રસી વિકસાવી શકાય. આ સાથે, શરૂઆતમાં ભારત સહિત તમામ સરકારોને કોવિશિલ્ડ અત્યંત ઓછા ભાવે રસીકરણ કાર્યક્રમ માટે સપ્લાય કરવામાં આવી છે.
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક છે. વાયરસ સતત પરિવર્તિત થઈ રહ્યો છે અને જાહેર જીવન જોખમમાં છે. અનિશ્ચિતતાને જોતા, અમારે અમારા ઉત્પાદનમાં વિસ્તરણ કરવા માટે રોકાણ જાળવવું પડશે. જેથી આપણે આપણી સંપૂર્ણ ક્ષમતાથી રોગચાળા સામે લડી શકીએ અને લોકોનાં જીવ બચાવી શકીએ.
સીરમે જણાવ્યું છે કે, મર્યાદિત સંખ્યામાં કોવિશિલ્ડ ખાનગી હોસ્પિટલોમાં 600 રૂપિયાના ભાવે વેચવામાં આવશે. રસીનો આ ભાવ કોરોના વાયરસની સારવારની કિંમત અને અન્ય તબીબી ખર્ચ કરતા ઘણો ઓછો છે. જોકે, કંપનીએ એમ પણ કહ્યું છે કે જાહેર આરોગ્યની સુરક્ષા માટે વિશ્વભરમાં ઉપલબ્ધ બીજી રસી માટે બજાર ખોલવું જોઈએ. આનાથી દેશમાં રસીકરણ કાર્યક્રમ ઝડપી કરવામાં મદદ મળશે. કંપનીને આશા છે કે, આ સ્પષ્ટતા રસીના ભાવ અંગે ચાલી રહેલી ચર્ચાને સમાપ્ત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.