કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, હવે સુરતમાં પણ છેલ્લા ઘણાં સમયથી ઓક્સિજનનો જથ્થો પણ પુરતો મળતો નથી.
હાલ સુરતની ખાનગી હોસ્પિટલોમાં 6 થી 7 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો છે. જો આ દરમિયાન વ્યવસ્થા નહિ થઈ શકે તો 4000 દર્દીઓના જીવને જોખમ હોવાથી મુખ્યમંત્રી ઓક્સિજનની વ્યવસ્થા કરવાની ડોક્ટરોએ કાકલૂદી કરી હતી.
સુરત શહેરમાં ઓક્સિજનના સપ્લાય પર કાપ મૂકવામાં આવતા શહેરની ખાનગી હોસ્પિટલોમાં દાખલ 4000થી વધુ કોરોના પેશન્ટને જાનનું જોખમ ઊભું થતા આજે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના કોરોના એક્શન કમિટી દ્વારા સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી કે સુરત શહેરની પરિસ્થિતિ છેલ્લા 24 કલાકથી ખૂબ ગંભીર બની ગઈ છે.
સુરત શહેરની ખાનગી હોસ્પિટલો પાસે 6 થી 7 કલાક ચાલે એટલો જ ઓક્સિજનનો જથ્થો છે. જો આ સમય દરમિયાન પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો દર્દીઓને જાનનું જોખમે થશે. ઓક્સિજનની અછતને લઈ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. આ દરમિયાન સુરત બાદ મોરબીમાં પણ માત્ર સાંજ સુધી ચાલે તેટલો ઓક્સિજન ઉપલબ્ધ છે. જાણવા મળ્યું છે કે, કચ્છ અને રાજકોટથી આવતો ઓક્સિજનનો જથ્થો પણ બંધ રહેતા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિત સાંસદ દ્વારા સીએમ પાસે ઓક્સિજનની માંગણી કરવામાં આવી હતી.
સગા વાલાને જે તકલીફ પડશે એના કારણે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ છે. આથી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે કે, સુરતને વહેલામાં વહેલી તકે ઓક્સિજનનો જથ્થો પહોંચાડો. જેથી અમે દર્દીની સારવાર કરી શકીએ. એક સર્વે પ્રમાણે અત્યારે ચાર હજાર દર્દીઓ દાખલ છે. સુરતને દરરોજ 220 મેટ્રિક ટન જથ્થાની જગ્યાએ 160 કે 70 ટન જ આવી રહ્યો છે. આ ઘટનાને કારણે ઘણી હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાનું પણ બંધ કરી દીધું છે.
સુરતમાં કેટલીક હોસ્પિટલે નવા કોરોના દર્દીઓને દાખલ કરવાનું અચનાક જ બંધ કરી દીધું છે. જેનું મુખ્ય કારણ ઓક્સિજનની અછત છે. સુરતમાં કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો નહીવત બચ્યો છે તો શહેરને 250 ટન સામે 220 ટન ઓક્સિજનની આવક મળી રહી છે. એક અંદાજ પ્રમાણે ઓક્સિજન ન મળતા સુરતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.
સુરતમાં તબીબોના જણાવ્યા અનુસાર, અગાઉના સમયમાં ઓક્સિજનની અછત થવાની ભીતિ છે પરિસ્થિતિ વિકટ બની રહી છે. કેટલીક હોસ્પિટલે નવા દર્દીઓ દાખલ કરવાનું પણ બંધ કર્યું છે. જેમાં મિશન હોસ્પિટલ, સિડ્સ હોસ્પિટલ સહિત કેટલીક હોસ્પિટલો ઓક્સિજનની અછતના કારણે મુંઝવણમાં મૂકાઈ છે. એક અંદાજ પ્રમાણે સુરતમાં હાલમાં 220 ટન ઓક્સિજનની આવક છે. પરંતુ સુરતમાં 250 ટનથી વધુની માંગ કરવામાં આવી રહી છે. બીજી બાજુ સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે સુરત શહેરમાં ઓક્સિજન ઓછો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.