‘બાપા’ના હુલામણા નામ તરીકે જાણીતા પ્રાગજી મહારાજે તેમના જીવનમાં કરેલા અનેક કાર્યો, જાણો એક ક્લિક પર

સ્વામીવિવેકાનંદજીના શક્તીદાયી વિચારો અને અગ્નીમંત્રો દ્વારા યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં પ્રેરણા પૂરી પાડનાર એવા પ્રાગજી મહારાજે જીવનમાં કરેલા કાર્યો વિશે જણાવીએ તો પૂજ્ય સ્વામી પ્રાગજી મહારાજનો…

સ્વામીવિવેકાનંદજીના શક્તીદાયી વિચારો અને અગ્નીમંત્રો દ્વારા યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં પ્રેરણા પૂરી પાડનાર એવા પ્રાગજી મહારાજે જીવનમાં કરેલા કાર્યો વિશે જણાવીએ તો પૂજ્ય સ્વામી પ્રાગજી મહારાજનો જન્મ ઈ.સ.1938 માં અમરેલી જિલ્લાના કેરિયા ગામમાં થયો હતો. પ્રાગજી મહારાજનો પ્રાથમિક અભ્યાસ કેરિયા ગામમાં જ થયો ત્યાર બાદ અમરેલીની હાઈસ્કૂલમાં અભ્યાસ કરી કોલેજ કરવા માટે અમદાવાદ ગયા હતા. ત્યાર પછી વલ્લભવિદ્યાનગરમાં આવેલ રામકૃષ્ણ મંદિરના રૂમમાં રહી અભ્યાસ કરતા હતા.

પ્રાગજી મહારાજે અભ્યાસની સાથે સાથે તેમણે અનેક સેવાયજ્ઞો કર્યા હતા. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં તે ટ્રસ્ટી તરીકે સેવા આપી ચુક્યા છે, તેમજ શ્રીરણછોડદાસજી આશ્રમમાં 6 મહિના સુધી ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી, આ દરમિયાન ઓરિસ્સામાં આવેલ દુષ્કાળના સમયમાં પણ ઘણાં સેવાકાર્યો કર્યાં હતા.

પૂજય બાપા(પ્રાગજી મહારાજ) સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઈને ઈ.સ. 1968માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ બ્રહ્મચારી તરીકે રામકૃષ્ણ સંઘમાં જોડાયા હતા.

ઈ.સ. 1979 માં રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમ અધ્યક્ષ પૂજ્ય શ્રી સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસેથી સંન્યાસ-દીક્ષા ગ્રહણ કરી હતી અને સ્વામી આદિભવાનંદજી નામ મળ્યું. પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ પ્રેમથી, પ્રાગજી મહારાજને ‘બાપા’ તરીકે સંબોધતા, ત્યારથી આદિભવાનંદજી મહારાજ આપણા સહુ માટે ‘બાપા’ના હુલામણા નામ તરીકે ઓળખાયા.

પૂજ્ય બાપાએ ફક્ત ભારત જ નહીં પણ વિદેશમાં પણ શ્રીરામકૃષ્ણ-વિવકાનંદના પ્રચાર-પ્રસારનાં અનેક કાર્યો કર્યાં છે જેમ કે ઈ.સ.1987 માં રામકૃષ્ણ મઠ ફિઝીમાં સેવા આપી હતી તથા ન્યૂઝીલેન્ડ અને આૅસ્ટ્રેલિયામાં સતત 10 વર્ષ સુધી પ્રચાર-પ્રસારનાં ઘણા કાર્યો કર્યાં હતા.

પૂજ્ય પ્રાગજી બાપાના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ. સંત શ્રીઓ, સાધુઓ, બ્રહ્મચારીઓ અને હજારો ભક્તો માટે બાપા માર્ગદર્શક બન્યા હતા. એમના અવસાનને કારણે આપણને ખૂબ મોટી ખોટ પડી છે, જે અત્યંત દુખદ બાબત ગણી શકાય. તેમના જવાથી એક યુગ પૂરો થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. પૂજ્ય પ્રાગજીબાપા ના ચરણોમાં કરોડો કરોડો વંદન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *