કોરોનાના સંક્રમણને અટકાવવા ગુજરાતમાં કડક લોકડાઉનની શક્યતા, SRP જવાનો થઇ રહ્યા છે તૈનાત

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. દિવસેને દિવસે વધતા જતા કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે સમગ્ર દેશના લોકો રસીકરણ કરાવી રહ્યા છે. ત્યારે આ રસીકરણની સાથે લોકડાઉન લાદવું કે નહી તેમના વિશે પીએમ મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં ખુબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો જ આપડે લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે પસંદ કરીશું અને આના વિશેની સંપૂર્ણ જવાબદારી જે તે રાજ્યમાં મુખ્યમંત્રીને સોપવામાં આવી છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં વધી રહેલા સંક્રમણને જોતા એવું લાગી રહ્યું છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે પસંદ કરી શકે. જયારે હાલમાં જ રાજ્યમાં મોટી સંખ્યામાં SRP જવાનો ઉતારી દેવામાં આવ્યા છે. આ SRP જવાનોને અલગ અલગ શહેરની સરકારી સ્કુલોમાં રાખવામાં આવશે. આ પરિસ્થિતિમાં સરકારનું આ પગલું ગુજરાતમાં લોકડાઉન લાદવા તરફ ઈશારો કરી રહ્યું છે.

પરંતુ આ બાબતે કોઈ સતાવાર જાહેરાત ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવી નથી, પરંતુ દિવસેને દિવસે વધતા જતા કોરોનાના સંક્રમણ અને SRP જવાનોને ઉતારતા એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે રૂપાણી સરકાર થોડા જ સમયમાં ગુજરાત રાજ્યમાં લોકડાઉન લાગુ કરી શકે. જયારે આ લોકડાઉન લાદવામાં આવશે તો તે લોકડાઉન કડક હશે કે આંશિક તે તો આવનારો સમય જ બતાવી શકે.

જયારે જોવા જઈએ તો દિલ્લીમાં લાદવામાં આવેલા અઠવાડિક લોકડાઉનને કારણે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે અને તેમની સાથે જ બીજા અન્ય ઘણા રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યું લાદવામાં આવ્યું છે જેમને કારણે કોરોનાના સંક્રમણમાં ઘટાડો થાય. આ તમામ બાબતો પરથી એટલું કહી શકાય કે, ગુજરાતની રૂપાણી સરકાર હાલમાં લોકડાઉનની તૈયારી કરી રહી છે અને થોડા સમયમાં ગુજરાતમાં લોકડાઉન લગાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *