સુરત સહીત રાજ્યના મહાનગરોમાં કોરોના રોકેટ ગતિએ વકરી રહ્યો છે, આવામાં કોરોનાથી થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. પહેલા દર્દીઓને હોસ્પીટલમાં બેડ નહોતા મળતા અને હાલ સ્મશાનમાં વારો આવવામાં પણ પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં મૃતદેહોની સંખ્યા એટલી વધી હતી કે, તાત્કાલિક સ્મશાનોને ચોવીસે કલાક શરુ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા.
ચોવીસે કલાક શરુ હોવા છતાં લોકોને કેટલાય કલાક લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે. સુરતના જહાંગીરપુરા સ્થિત કુરૂક્ષેત્ર સ્મશાનમાં ભઠ્ઠીઓ પણ બોલવા લાગી છે કે, હવે બસ કરો! કુરૂક્ષેત્ર સ્મશાન ભુમિમાં સતત 24 કલાક મૃતદેહોને અગ્નિદાહ અપાતા ભઠ્ઠીઓની ચિમની બળી ગઈ હતી અને નીચે પડી હતી.
સુરત શહેરમાં મૃત્યુઆંક એટલી હદે વધી રહ્યો છે કે, હવે તો સ્મશાનમાં હવે ભઠ્ઠીઓ પણ જવાબ દેવા લાગી છે. જહાંગીરપુરા કુરૂક્ષેત્ર સ્મશાનમાં મૃતદેહો ભરેલી ગાડીઓની પણ લાંબી લાંબી લાઈનો લાગેલી છે અને એક એક ગાડીમાં કેટ કેટલા મૃતદેહ ભરેલા હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે ચોવીસે કલાક સ્મશાનમાં ભઠ્ઠીઓ શરુ રહેતા ચિમની બળી ગઈ હતી અને તૂટીને નીચે પડી હતી.
View this post on Instagram
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1,06,505 પર પહોંચી ગયો છે. આ સાથે કોરોનાથી મત્યુઆંક વધીને 1,671 થયો છે. હાલ સુરત શહેર જિલ્લામાં કુલ 21805 એક્ટિવ કેસ છે. આવા સમય વચ્ચે સુરતમાં મોતના આંકડા છુપાવવાના ખેલ પણ ખેલાઈ રહ્યા છે. ગત રોજ સરકારી ચોપડે 26 મોત નોંધાયા હતા. જયારે સિવિલ હોસ્પિટલ માંથી 73 અને સ્મીમેર હોસ્પિટલમાંથી 34 મળી કુલ 107 લોકોના મૃતદેહોને પ્રોટોકોલ મુજબ અંતિમસંસ્કાર માટે મોકલવામાં આવ્યા હતા. સુરત સિટીમાં સરકારી ચોપડે કુલ 1671 લોકોના મોત અત્યાર સુધીમાં કોરોનાને લીધે થઇ ચુક્યા છે. જેમાં જિલ્લાના 327 લોકોનો પણ સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.