કોરોનાના આંતક વચ્ચે ત્રિપુરાથી એક સમાચાર મળી રહ્યા છે. જેમાં કલેકટરની દાદાગીરીને લીધે લોકો સોશિયલ મીડિયા દ્વારા આક્રોશ ઠાલવી રહ્યા છે.
પશ્વિમ ત્રિપુરામાં કલેક્ટરનો દાદાગીરી વાળો વિડીઓ ગઈ કાલથી સોશિયલ મીડિયામાં રોકેટ ગતિ એ ફેલાઈ રહ્યો છે. આ વીડીઓમાં દેખાઈ છે કે કલેકટર શૈલેશ યાદવે પોલીસ ટુકડી સાથે એક લગ્ન ઉત્સવમાં એન્ટ્રી કરી હતી. આ વીડીઓમાં જોતા કલેકટર લોકો પર પોતાની દાદાગીરી ઠાલવતો દેખાઈ આવે છે અને આ શૈલેશ યાદવે લગ્ન કરાવનાર પંડિતને પણ લાફો ઝીકી દેય છે.
વીડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, આ લગ્ન સમારોહમાં આવેલ એક મહિલા કલેકટરને કોઈ માહિતી કાગળ દ્વારા બતાવવા માંગે છે તો કલેકટર શૈલેશ યાદવ આ મહિલાના હાથમાંથી કાગળ લઈને ફાડી નાખે છે અને કાગળના ફાટેલા ટુકડાને તે મહિલા પર ઉડાડે છે.
કલેકટરની આ ગેર વર્તણુક હોદ્દાને નીચે દેખાડે તેવું કરી રહ્યો છે, તમે વીડીઓમાં જોઈ શકો છો. આ વિડીઓ જોઇને લોકોએ ખુબ જ ભારે રોષ વ્યક્ત કર્યો હતો જેને લીધે ત્રિપુરાની સરકાર એકશનમાં આવી હતી અને આ કલેકટરને સસ્પેન્ડ કરી દીધો છે અને ત્રિપુરાના મુખ્યમંત્રીએ સમગ્ર ઘટના વિશે તપાસ શરૂ કરી દીધી છે.
ત્રિપુરાની આ ઘટનાએ હવે વધારે જોર પકડ્યું છે. કારણ કે ભાજપ સાંસદે જેના લગ્ન સમારોહ હતો ત્યાં દુલ્હનને મળવા જવાની વાત કરી હતી. આ સમગ્ર ઘટના બાદ કલેકટર શૈલેશ યાદવને સસ્પેન્ડ કર્યા બાદ તેમણે માફી માંગીને કહ્યું છે કે મારો ઉદ્દેશ કોઈની શાન અને લાગણી દુભાઈ તે નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.