પતંગ ચગાવવાની મજા બની સજા- વડોદરામાં પતંગ ચડાવી રહેલા 12 વર્ષના બાળકનું વીજ કરંટથી મોત, પરિવારમાં શોકનો માહોલ

Child dies in Vadodara: ઉતરાયણની મઝા વચ્ચે અકસ્માતની ઘટનામાં પણ વધારો થતો જોવા મળે છે.ત્યારે હજુ ઉતરાયણને સાત દિવસની વાર છે ત્યાં એક પરિવારમાં માતમ…

Child dies in Vadodara: ઉતરાયણની મઝા વચ્ચે અકસ્માતની ઘટનામાં પણ વધારો થતો જોવા મળે છે.ત્યારે હજુ ઉતરાયણને સાત દિવસની વાર છે ત્યાં એક પરિવારમાં માતમ છવાયો છે.વડોદરા વિસ્તારમાં સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં રહેતો ૧૩ વર્ષનો કિશોર પતરા પર પતંગ ઉડાવવા ગયો હતો. તે દરમિયાન કરંટ લાગતા તેનું મોત( Child dies in Vadodara ) થયું છે. જોકે, પોલીસનું કહેવું છે કે, મોતનું કારણ પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે.

વીજ કરંટ લાગતા મોત નીપજ્યું
નવા વર્ષ 2024નો પ્રથમ પર્વ એટલે સૂર્યના મકરરાશિ તેમજ ઉત્તરાયણમાં પ્રવેશની ખગોળીય ઘટના સાથે ધામધૂમથી ઉજવાતા ઉત્તરાયણ પર્વ જેમાં પતંગ ચગાવવાનો આનંદ ખાસ કરી બાળકોમાં અનેરો હોય છે. ત્યારે ઉતરાયણ પર્વ પૂર્વે પતંગ ચગાવતાનો આનંદ ઉઠાવવા જતા સયાજીગંજ વિસ્તારમાં એક 12 વર્ષીય બાળક વીજ વાયરને અડી જતા વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. બાળકના મોતના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામના ભઠ્ઠામાં જય અંબે નગરમાં રહેતો 12 વર્ષીય પિયુષ ચૌહાણ ઘરના પતરા પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન પિયુષનો હાથ નજીકથી પસાર થતા જીવંત વીજ વાયરને અડી જતા તેને વીજ કરંટ લાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ 12 વર્ષીય પિયુષને મૃત જાહેર કરતા હોસ્પિટલમાં પરિવારના આક્રંદ થી સન્નાટો પથરાઈ ગયો હતો.

પી.એમ થયા બાદ મોતનું કારણ બહાર આવશે
સ્થળ પર પહોંચેલી સયાજીગંજ પોલીસનું કહેવું છે કે, વીજ વાયર કોઇ જગ્યાએથી કપાયેલો નથી. ખરેખર વીજ કરંટ લાગ્યો છે કે અન્ય કોઇ કારણ તે અંગે સ્પષ્ટતા કરવા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. આવતીકાલે પી.એમ.થયા પછી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, કિશોરના પિતાનું આઠ મહિના પહેલા જ મોત થયું છે.