આ સ્ટાર ગુજરાતી પ્લેયર ફ્લોપ શુભમન ગિલની જગ્યા લેવા તૈયાર! ફરી ફટકારી સેન્ચુરી

Ranji Trophy 2024: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પૂજારાને તેના ખરાબ પ્રદર્શનને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો પણ…

Ranji Trophy 2024: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પૂજારાને તેના ખરાબ પ્રદર્શનને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો પણ દેખાડવામાં આવ્યો હતો. પૂજારા સાઉથ આફ્રિકા સામે રમાયેલી સિરીઝનો ભાગ નહોતો. હવે તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. પૂજારાએ રણજી ટ્રોફી 2023-24( Ranji Trophy 2024 )માં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને સૌરાષ્ટ્ર માટે બેવડી સદી ફટકારી હતી.

તેના સ્થાને આવેલ શુભમન ગિલ સતત ફ્લોપ થઈ રહ્યો છે
નોંધીનીય છે કે પૂજારા હાલમાં ભારતીય ટેસ્ટ ટીમની બહાર છે. આવી સ્થિતિમાં તેની આ ઇનિંગ ઘણી ખાસ છે. કારણ કે ભારતીય ટીમમાં તેના સ્થાને આવેલ શુભમન ગિલ સતત ફ્લોપ થઈ રહ્યો છે. એવામાં ભારતીય ટીમમાંથી બહાર રહેલા અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ફરી એકવાર સિલેક્ટર્સને બેટથી જવાબ આપ્યો છે કારણ કે આ ખેલાડીને સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહતું. જો કે આવું જ પ્રદર્શન રહ્યું તો ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ગિલની જગ્યા પર ફરી પૂજારાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

ટેસ્ટ મેચ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી
આ ઇનિંગમાં તેણે 29 ચોગ્ગા ફટકાર્યા હતા. પુજારાની આ ઇનિંગની મદદથી સૌરાષ્ટ્રે 4 વિકેટ ગુમાવીને 566 રન બનાવ્યા હતા. પૂજારાએ પ્રેરક માંકડ સાથે મજબૂત ભાગીદારી રમી હતી. માંકડ 99 રન બનાવીને અણનમ રહ્યો હતો. અગાઉ હાર્વિક દેસાઈએ અદ્દભૂત પ્રદર્શન કર્યું હતું. તેણે 119 બોલનો સામનો કરીને 85 રન બનાવ્યા હતા.પૂજારાની વાત કરીએ તો તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. પૂજારાનો ઓવરઓલ રેકોર્ડ સારો રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 103 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 7195 રન બનાવ્યા છે. પૂજારાએ 19 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેણે 3 બેવડી સદી પણ ફટકારી છે. પૂજારાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 176 રન રહ્યો છે.

શુભમન ગિલ ફ્લોપ રહ્યો છે
ચેતેશ્વર પુજારા ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ તેના સ્થાને ત્રીજા નંબર પર શુભમન ગિલને તક આપવામાં આવી છે. ઓપનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ગિલે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને ત્રીજા નંબરે બેટિંગ કરવા કહ્યું હતું. ઓપનિંગમાં 2 સદી ફટકારનાર આ બેટ્સમેને છેલ્લી સાત ઇનિંગ્સમાં ત્રીજા નંબર પર રમતા 5 મેચની 8 ઇનિંગમાં માત્ર 166 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રમતા શુભમન ગિલે 6, 10, 29 (અણનમ), 2, 26, 26 અને 10 રન બનાવ્યા છે.

પૂજારાનું યોગદાન મહત્વનું રહ્યું છે
છેલ્લા કેટલાક વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની અપાર સફળતામાં ચેતેશ્વર પૂજારાની મુખ્ય ભૂમિકા રહી છે. પુજારાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર બે વખત ટેસ્ટ શ્રેણી જીતવામાં બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાબા ખાતે ભારતની ઐતિહાસિક જીતમાં પુજારાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે પુજારાએ ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પહેલા બેવડી સદી ફટકારી છે. તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે. આ પછી બીજી મેચ 2જી ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી શકે છે. પુજારા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.