વડોદરા શહેરમાં 14 વર્ષના યુવકે ટ્રમ્પ-મોદીના સ્કેચ તૈયાર કર્યું, કહ્યું: તક મળશે તો ગિફ્ટ કરીશ

ગુજરાતના વડોદરા શહેરમાં 14ના માહિર પટેલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદીનું પોટ્રેટ સ્કેચ તૈયાર કર્યું છે. માહિરે આ પોટ્રેટ સ્કેચ પોતાની પ્રેક્ટિસ…

ગુજરાતના વડોદરા શહેરમાં 14ના માહિર પટેલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદીનું પોટ્રેટ સ્કેચ તૈયાર કર્યું છે. માહિરે આ પોટ્રેટ સ્કેચ પોતાની પ્રેક્ટિસ માટે જ બનાવ્યું છે. માહિરનું કહેવું છે કે, તક મળશે તો ટ્રમ્પ અને મોદીને મે તૈયાર કરેલુ પોટ્રેટ સ્કેચ ગિફ્ટ કરીશ.

બાળપણથી જ પેન્ટિંગનો શોખ છે: માહિર પટેલ

ટ્રમ્પના અમદાવાદમાં સ્વાગત ભવ્ય રોડ શોની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની બ્રાઇટ સ્કૂલમાં અભ્યાસ કરતા માહિર હિરેનભાઇ પટેલે જણાવ્યું કે, મને બાળપણથી જ પેન્ટિંગનો શોખ છે. અને મારા આ શોખને મારા પરિવારે હંમેશા સપોર્ટ કર્યો છે. હું હરીઓમ ગુર્જર સર પાસે દરરોજ પેન્ટિંગ શિખું છું. તેઓ મને વોટર કલરથી પેન્ટિંગ કરતાં શિખવાડે છે.

5 દિવસની મહેનત બાદ પોટ્રેટ સ્કેચ તૈયાર કર્યું

મળતી માહિતી અનુસાર, માહિર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મને પીએમ મોદી ખુબ જ ગમે છે અને ટ્રમ્પ અમદાવાદ આવવાના હોવાથી વિશ્વના બે મોટા નેતાઓનું પોટ્રેટ સ્કેચ બનાવવાનું નક્કી કર્યું હતું. મે 5 દિવસની મહેનત બાદ પોટ્રેટ સ્કેચ તૈયાર કર્યું છે. સ્કૂલ અને ટ્યૂશન ગયા પછી વધારાના સમયમાં રોજ ચાર-પાંચ કલાક મહેનત કરીને પોટ્રેટ સ્કેચ બનાવિયું છે.

માહિરે 6 ગોલ્ડ મેડલ, 1 બ્રોન્ઝ મેડલ, 1 સિલ્વર મેડલ મેળવ્યા

માહિરના પેઇન્ટિંગ્સ છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઈ, હૈદરાબાદ, વિજયવાડા અને જાપાન ખાતે યોજાતી ચિત્ર સ્પર્ધામાં મોકલવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં માહિરે 6 ગોલ્ડ મેડલ, 1 બ્રોન્ઝ મેડલ, 1 સિલ્વર મેડલ, 1 ટ્રોફી અને સંખ્યાબંધ સર્ટિફિકેટ મેળવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *