સુરતમાં 15 વર્ષની સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી, અવાર નવાર શરીરસંબંધ બાંધીને કરી ગર્ભવતી

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. ત્યારે ફરી સુરતમાં આવી જ લાલછંન સમાન ઘટના સામે આવી રહી છે.

સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અને અવાર નવાર પોતાના ઘરે બોલાવી શરીરસંબંધ બાંધીને સગીરાને ગર્ભવતી બનાવી હતી. માતા જ્યારે સગીરાને હોસ્પીટલમાં લઈ ગઈ ત્યારે સગીરાની કસુવાવડ થઈ ગઈ હતી. હાલમાં સગીરાને સરકારી હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવો છે. સગીરાની માતાએ પલસાણા પોલીસ સ્ટેશનમા યુવાન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં રહેતી અને મજૂરીકામ કરતી વિધવા મહિલાની 15 વર્ષીય પુત્રીને પલસાણાના પાળા ફળિયામાં રહેતા પ્રતિકભાઈ બચુભાઈ રાઠોડ નામના યુવાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અને આ યુવાને સગીરાને અવાર નવાર પોતાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો.

આ સમય દરમ્યાન સગીરાને પાંચ માસનો ગર્ભ રહી ગયો હતો. જયારે બાદમાં સગીરાને અચાનક પેટમાં દુખાવો થતાં માતા સાથે દવાખાને ગઈ હતી. તે સમયે તેની માતાને સમગ્ર હકીકતની જાણ થઈ હતી. સગીરાને પલસાણા સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી. ત્યાં તેની કસુવાવડ થઈ હતી. હાલ સગીરા સરકારી દવાખાનામાં સારવાર હેઠળ છે. બનાવ અંગે સગીરાની માતાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં યુવાન વિરુધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *