15 વર્ષની બાળકીના પેટમાંથી નીકળ્યા 4 કિલો વાળ, જાણો સમગ્ર ઘટના

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં રહેતી 15 વર્ષની કિશોરીને થોડા દિવસોથી પેટમાં દુખાવો થયો હતો. પિતા સુનીલ કુમારે શિવાનીને લોહિયા હોસ્પિટલમાં ડૉક્ટર પાસે ઈલાજ માટે લઈ ગયા. કાયમગંજ તાલુકાના મઈ રસીદપુર ગામમાં રહેતા સુનીલ કુમારની દીકરી શિવાનીની લોહિયા હોસ્પિટલમાં ડૉક્ટર ઈમરાન અલીએ શારીરિક તપાસ કરી તો તેના પેટમાં વાળનું ફીંડલું હોવાની પુષ્ટિ થઈ. સોમવારે સર્જન ડૉક્ટર ઈમરાન અલીએ શિવાનીનું ઓપરેશન કર્યું. ઑપરેશન દરમિયાન તેના પેટમાંથી ચાર કિલો વાળ નિકળ્યા. તેમણે કહ્યું કે સમયસર ઓપરેશન થવાના કારણે કિશોરીનો જીવ બચી ગયો. ડૉક્ટર્સે કહ્યું કે, જો સમયસર બાળકીને હોસ્પિટલે લઈ જવામાં ના આવી હોત તો તેનો ઈલાજ ના થઈ શકત અને તેનો જીવ પણ જઈ શકે તેમ હતો.

પરિજનોએ જણાવ્યું કે શિવાનીને બાળપણથી જ વાળ ખાવાની લત લાગી ગઈ હતી. પાંચ વર્ષની ઉંમરથી જ તે વાળ ખાઈ રહી હતી. ડૉ ઈમરાન અલીએ જણાવ્યું કે વાળ ખાવાના કારણે શિવાનીના પેટમાં વાળ જમા થઈ ગયા હતા. આ કારણે તેના પેટમાં સતત દુખાવો થતો હતો. ઓપરેશન કરી તેના પેટમાંથી ચાર કિલો વાળનું ફીંડલું કાઢવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે શિવાનીની હાલાત હવે ઠીક છે.

ડૉ. ઈમરાનના જણાવ્યા મુજબ, વાળ ખાવાની આદતને રેંપુંજલ ડ્ક્ષસડ્રોમ કહેવાય છે. આવું બાળક ત્યારે કરે છે જ્યારે તેમને ઈગ્નોર કરવામાં આવે છે અથવા તેઓ ખુદને એકલા મહેસૂસ કરે ચે. વાળ આપણા પેટમાં પચતા નથી. નાના નાના વાળ આપણા મળ સાથે બહાર પણ નીકળી શકે છે, પરંતુ મોટા વાળ બહાર નથી આવી શકતા જેમ જેમ વાળનું ફીંડલું વડું થાતું જાય તેમ તેમ પેટનો દુખાવો પણ વધવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *