ગુજરાત(Gujarat): મહેસાણા(Mehsana) શહેરમાં જન્મદિવસ(Birthday) નિમિત્તે ફોટા પડાવવા નીકળેલો કિશોર ઘરે પરત ન ફરતા પરિવાર હેરાન-પરેશાન થઇ ગયો છે. મોડી સાંજ સુધી શોધખોળ કરવા છતાં કિશોર ન મળતા પરિવારજનોએ પોલીસને જાણ કરવામાં આવી હતી. દીકરો પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો છે.
મહેસાણા શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ આંબેડકર ચોક(Ambedkar Chowk) પાસે ગઈકાલે એક 16 વર્ષનો કિશોર ગુમ થતા પરિવારજનો તેમના પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે 16 વર્ષનો યશ શ્રીમાળીનો જન્મદિવસ હતો. ત્યારબાદ પિતાને ફોટો પડાવવા જાઉં છું તેમ કહી બેગમાં નવા કપડાં ભરી બે તોલાની નવી સોનાની ચેઈન લઈને ઘરેથી નીકળી ગયો હતો.
ઘરે પરત ન ફરતા અને ધીમે ધીમે સમય જતાં, પરિવારે તેમના 16 વર્ષના પુત્રને શોધવાનું શરૂ કર્યું હતું. અપહરણ અંગે યશના પિતા શ્રીમાળી જગદીશભાઈએ મહેસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પિતા જગદીશભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, “ગઈકાલે હું ઘરે દાઢી કરાવતો હતો. આ દરમિયાન સોનાની ચેઈન પહેરીને યશ તેનો જન્મદિવસ હોવાથી ફોટો પડાવવા બેગ લઈને નીકળ્યો હતો અને તે ઘરે પરત આવ્યો ન હતો.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.