ધોરણ 11 માં ભણતી દીકરીના એક નિર્ણયે માં-બાપને આજીવન રડતા કરી દીધા…

જયપુર(Jaipur): આજે લોકોમાં સહનશક્તિનો ખુબ જ અભાવ જોવા મળી રહ્યો છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. આપઘાત કરવો એ તો જાણે સાવ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ આવી જ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક 16 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાના ચોથા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, 16 વર્ષીય રાધિકા મીના બીટલેસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી. ત્યારે 15 ફેબ્રુઆરીના રોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ રાધિકાના પિતાને ફોન આવ્યો હતો કે, રાધિકાને ઇજા પહોંચી છે . સાથે જ તેને સારવાર માટે અખીલા હોસ્પિટલ લઈ ગયા છે તેવી જણાવવામાં આવ્યું હતું. જેને પગલે દીકરીના પિતા હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રાધિકાના માથામાં ટાંકા આવ્યા હતા. તેના પગ પર પ્લાસ્ટર બાંધેલું હતું. રાધિકાની હાલત ખુબ જ કફોડી બનવા પામી હતી. તેથી તેને વધુ સારવાર માટે તેને એસએમએસ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. જેને પગલે દીકરીના પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

ઘટના બાદ 17 ફેબ્રુઆરીના રોજ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો અને કેટલાક શિક્ષકોએ ખુલાસો કર્યો કે, રાધિકાને શાળાના પ્રિન્સિપલ, વોઈસ પ્રિન્સિપલ, પીટીઆઈ ટીચર અને ક્લાસ ટીચર અને અન્ય શિક્ષકો ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા. આટલું જ નહીં પરંતુ રાધિકા ને ધમકી આપતા અને તેને ન કહેવાના શબ્દો કહેતા હતા. વધુમાં કહેતા હતા કે તને પરીક્ષામાં નાપાસ કરશું. જેનાથી કંટાળીને રાધિકાએ શાળાના ચોથા માળેથી કૂદીને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું.

ઘટનાને પગલે શાળામાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. સાથે જ દીકરીના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત રાધિકાના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ તેની શાળાએ પહોંચ્યા હતા. શાળાના સ્ટાફ સાથે તેઓએ વાતચીત કરવાનું પ્રયાસ કર્યો પરંતુ તે લોકોએ વાતચીત કરવાની ના પાડી દીધી હતી અને શાળાના સીસીટીવી ફૂટેજ બતાવવાની પણ ના પાડી દીધી હતી. જેના આધારે પોલીસે શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકો સામે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *